Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

યાજ્ઞીક રોડ ઉપર ધંધો કરતા વેપારી વિરૂધ્ધ ચેક પાછો ફરતા કોર્ટમાં ફરીયાદ

રાજકોટ, તા.,૬: રાજકોટના યાજ્ઞીક રોડ પર આવેલ સીટી પ્લાઝા એન.એકસ સ્ટોરના માલીક જયન માખેચા ઉપર રાજકોટની કોર્ટમાં ચેક રીટર્નની ફરીયાદ દાખલ થતા અત્રેની કોર્ટ દ્વારા સમન્સ ઇસ્યુ કરવામાં આવેલ છે.

રાજકોટમાં રહેતા સુભાષ ચંદુલાલ જીવરાજાનીએ મિત્ર સંબંધ દાવે મદદ કરવાના હેતુથી જયન માખેચાને હાથ ઉછીની વગર વ્યાજે રૂ. એક લાખ આપેલા. સદરહું રકમ પરત ચુકવતી વખતે આરોપી જયન માખેચાએ ચેક આપેલ અને જણાવેલ કે સદર ચેક વટાવવા નાખતા તેની રકમ ફરીયાદીને મળી જશે. જેથી ફરીયાદીએ આ ચેક વટાવવા નાખતા સ્વીકાર્યા વગર પરત ફરેલ હતો. આથી ફરીયાદીએ આરોપી જયન માખેચાને પોતાના વકીલ મારફત નોટીસ પાઠવેલ. જે બજી જવા છતાં આરોપીએ ચેક પેટેની રકમ નહિ ચુકવતાં ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ નેગોશીએબલની સ્પેશ્યલ કોર્ટમાં ચેક રીટર્નની ફરીયાદ દાખલ કરેલ.  આ કેઇસમાં ફરીયાદી વતી દિપક દત્તા, સુરેશ પંડયા, યોગીરાજસિંહ રાણા, વિજય પટેલ વિગેરે રોકાયેલ છે.

(4:36 pm IST)
  • પેરિસમાં વિરોધ પ્રદર્શનને પગલે એફિલ ટાવર પ્રવાસીઓ માટે બંધ કરાયો :છેલ્લા એક દાયકામાં સૌથી ખરાબ હિંસાના માહોલને ધ્યાને લઈને ફ્રાન્સની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પોલીસની સંખ્યા 65 હજારથી વધારીને 89 હજાર કરી દેવાઈ access_time 12:45 am IST

  • રાજકોટ : અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ : ૪૦૦ જેટલા ગરીબ દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરાઈ access_time 3:20 pm IST

  • અમદાવાદ : મેટ્રો પ્રોજેક્ટના કોન્ટ્રકટરને અપાઈ નોટીસ :છેલ્લા દોઢ મહિનાથી કામ બંધ કર્યું હોવાના કારણે મેટ્રો પ્રોજેક્ટ ઓથોરીટી દ્વારા કામ ફરી શરુ કરવા અપાઈ ચેતવણી :જો તેમ ન કરાય તો કોન્ટ્રાક્ટ રદ્દ કરવા અપાઈ ચેતવણી access_time 3:18 pm IST