યાજ્ઞીક રોડ ઉપર ધંધો કરતા વેપારી વિરૂધ્ધ ચેક પાછો ફરતા કોર્ટમાં ફરીયાદ
રાજકોટ, તા.,૬: રાજકોટના યાજ્ઞીક રોડ પર આવેલ સીટી પ્લાઝા એન.એકસ સ્ટોરના માલીક જયન માખેચા ઉપર રાજકોટની કોર્ટમાં ચેક રીટર્નની ફરીયાદ દાખલ થતા અત્રેની કોર્ટ દ્વારા સમન્સ ઇસ્યુ કરવામાં આવેલ છે.
રાજકોટમાં રહેતા સુભાષ ચંદુલાલ જીવરાજાનીએ મિત્ર સંબંધ દાવે મદદ કરવાના હેતુથી જયન માખેચાને હાથ ઉછીની વગર વ્યાજે રૂ. એક લાખ આપેલા. સદરહું રકમ પરત ચુકવતી વખતે આરોપી જયન માખેચાએ ચેક આપેલ અને જણાવેલ કે સદર ચેક વટાવવા નાખતા તેની રકમ ફરીયાદીને મળી જશે. જેથી ફરીયાદીએ આ ચેક વટાવવા નાખતા સ્વીકાર્યા વગર પરત ફરેલ હતો. આથી ફરીયાદીએ આરોપી જયન માખેચાને પોતાના વકીલ મારફત નોટીસ પાઠવેલ. જે બજી જવા છતાં આરોપીએ ચેક પેટેની રકમ નહિ ચુકવતાં ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ નેગોશીએબલની સ્પેશ્યલ કોર્ટમાં ચેક રીટર્નની ફરીયાદ દાખલ કરેલ. આ કેઇસમાં ફરીયાદી વતી દિપક દત્તા, સુરેશ પંડયા, યોગીરાજસિંહ રાણા, વિજય પટેલ વિગેરે રોકાયેલ છે.