Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

જોહર કાર્ડસ દ્વારા કર્મકાંડી બ્રાહ્મણો - સાધુ સંતોને નિઃશુલ્ક રાખડી વિતરણ

રાજકોટ : જોહર કાર્ડસ દ્વારા તેમની ૫૩ વર્ષની પરંપરા જાળવી આ વર્ષે પણ રક્ષાબંધન પૂર્વે કર્મકાંડી બ્રાહ્મણો અને પુજારીશ્રીઓ તેમજ સાધુ સંતોને તેમના યજમાનોને બાંધવા માટેની રાખડીનું વિનામુલ્યે વિતરણ કરાયુ હતુ. જોહર ગેલેરી, પ્રેમ મંદિર રોડ ગાર્ડન સામે સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્કના નિયમને અનુસરીને હાથ ધરાયેલ આ કાર્યક્રમમાં રાજય સભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજ તેમજ વિહીપના અગ્રણી ચમનભાઇ સીંધવ, ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત બોલબાલા ટ્રસ્ટ, એકરંગ ચિલ્ડ્રન કલબ, યુવા સેના ટ્રસ્ટ, હિન્દુ સંઘના સભ્યો અને આગેવાનો પણ ઉપસ્થિત રહેલ. આ તમામ મહેમાનોનુ જોહર કાર્ડસ પરિવારના યુસુફભાઇ, જોહરભાઇ, હસનેનભાઇએ ભાવભેર સ્વાગત કર્યુ હતુ.

(3:15 pm IST)
  • આવતીકાલે શનિવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કોરોના અંગે સમીક્ષા કરવા જામનગરની મુલાકાતે આવી રહયાનું જાણવા મળે છે access_time 1:26 pm IST

  • ' વંદે ભારત મિશન ' : વિદેશોમાં ફસાયેલા ભારતીયોને વતનમાં પરત લાવવાનું સૌથી મોટું અભિયાન : અત્યાર સુધીમાં 9 લાખ 50 હજાર ઉપરાંત ભારતીયો વતનમાં પાછા આવી શક્યા : 1 ઓગસ્ટથી શરૂ થયેલા પાંચમા મિશનમાં 1 લાખ 30 જેટલા ભારતીયોને વતનમાં લાવવાનો લક્ષ્યાંક : વિદેશ મંત્રાલય પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે આપેલી માહિતી access_time 12:32 pm IST

  • ગુજરાત ઔદ્યોગીક નીતી-૨૦૨૦ની જાહેરાત થઇ : ફિકસ કેપીટલ રોકાણની રકમમાંથી :૧૨ % પરત આપવામાં આવશે. : નવા ઉદ્યોગોને સરકારી જમીન બજાર કિંમતના ૬ % પેટે ચુકવવાની રહેશે : ગુજરાતમાં બેરોજગારી દર સૌથી નીચોઃ ગુજરાતનો વિકાસ દર ૧૦.૧૪ ટકા : વિદેશી રોકાણમાં ૧૪૦ ટકાનો વધારો : નવી પોલીસીમાં આત્મનિર્ભર બનવા પ્રયાસ : રોજગારી વધે તે દિશામાં પગલા લેવાશે : ઉદ્યોગ માટે સરકાર જમીન લીઝ પર અપાશે : લોન લેવામાં પણ હવે સરકાર મદદ કરશે : ઇન્વેસ્ટમેન્ટની ૧૨ ટકા રકમ પરત અપાશે access_time 12:37 pm IST