Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

આવાસ યોજનામાં કવાર્ટર નહીં મળતા આત્મ વિલોપનની ચિમકી

સંતોષીનગરના પ્રવિણ સોલંકીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી ૧૫મી ઓગષ્ટે આત્મવિલોપન કરવા ચિમકી ઉચ્ચારી

રાજકોટ, તા. ૭ :. શહેરના વોર્ડ નં. ૩ મા આવેલ છેવાડાના વિસ્તાર રેલનગર પાસેના સંતોષીનગર ઝૂપડપટ્ટીમાં ૧૦ વર્ષ અગાઉ ટી.પી. રોડની કપાતમાં મકાન ગુમાવનાર પ્રવિણભાઈ સોલંકી સહિત ૪ અસરગ્રસ્તોને મ્યુ. કોર્પોરેશનના તંત્ર વાહકોએ વૈકલ્પીક વ્યવસ્થાના ભાગરૂપે આવાસ યોજનામાં કવાર્ટર નહી ફાળવી અન્યાય કર્યાની રજૂઆત પ્રવિણભાઈ સોલંકીએ મુખ્યમંત્રીને કરી છે અને આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી છે.

આ રજૂઆતમાં પ્રવિણભાઈએ જણાવ્યુ છે કે, છેલ્લા ૧૦ વર્ષથી આવાસ યોજનામાં કવાર્ટર ફાળવવા રજૂઆતો કરી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીના ભલામણ પત્રોને પણ મ્યુ. કોર્પોરેશનના તંત્ર વાહકોએ કચરા ટોપલીમાં ફેંકી દીધા છે ત્યારે હવે તા. ૧૫ ઓગષ્ટ સુધીમાં આવાસ યોજનામાં કવાર્ટર ફાળવવા અંગે નિર્ણય નહીં લેવાય તો કંટાળીને આત્મવિલોપન કરી લેશું તેવી ચિમકી રજૂઆતના અંતે ઉચ્ચારાઈ છે.

(4:11 pm IST)