Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

લક્ષ્મીના ઢોળે રતા ગોલતરે જૂગારધામ ચાલુ કર્યુઃ ૬૦ હજારની રોકડ સાથે ૪ પકડાયા

યુનિવર્સિટીના પીએસઆઇ એન. બી. ડોડીયા અને ટીમે દરોડો પાડ્યો

રાજકોટઃ કાલાવડ રોડ લક્ષ્મીના ઢોળા પર ખોડિયાર પાનની બાજુમાં રહેતાં રતા લધુભાઇ ગોલતર (ઉ.૩૯) નામના શખ્સે ઘરમાં જૂગારધામ ચાલુ કર્યાની બાતમી યુનિવર્સિટી પોલીસ મથકના હરેશભાઇ પરમાર અને ધર્મેન્દ્રસિંહ ઝાલાને મળતાં પી.આઇ. ડી.વી. દવેની રાહબરી હેઠળ પીએસઆઇ એન. બી. ડોડીયા, ઇકબાલભાઇ મોરવાડીયા, મુકેશભાઇ ડાંગર, ધર્મરાજસિંહ ઝાલા, રાવતભાઇ ડાંગર સહિતે દરોડો પાડી રતા તેમજ કિશોર મોહનભાઇ ચોૈહાણ (ઉ.૩૦), રમેશ ચનાભાઇ ઠુંગા (ઉ.૪૦) અને શૈલેષ ઘોઘાભાઇ ઠુંગા (ઉ.૪૨)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૬૦૩૦૦ની રોકડ કબ્જે લેવામાં આવી હતી. રતાએ નાલ ઉઘરાવી ઘરમાં જૂગાર રમવાની વ્યવસ્થા પુરી પાડી આપી હતી. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી પશ્ચિમએ દારૂ-જૂગારની બદ્દી નાબુદ કરવા સુચના આપી હોઇ તે અંતર્ગત આ કાર્યવાહી થઇ હતી.

(4:11 pm IST)