Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

રાજકોટમાં રાત્રે ભારે પવન ફુકાયોઃ સવારે છાંટાઃ વાદળાનો ડોળ છવાય છે પણ, વરસતો નથી!

રાજકોટ તા.૭: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને સર્વત્ર પવનના સૂસવાટા ફુંકાઇ રહયા છે.આજે સવારે રાજકોટના યુનિવર્સિટી રોડ,કાલાવડ રોડ સહિત અમુક વિસ્તારોમાં ઝરમર છાંટા વરસ્યા હતાં.છેલ્લા થોડા દિવસોથી વાદળા છવાઇ જાય છે અને મેઘાવી ડોળ જોવા મળે છે પરંતુ વરસાદ વરસતો નથી. જેના કારણે લોકો વરસાદની કાગડોળે રાહ જોઇ રહયા છે.ગીર-સોમનાથ, અમરેલી, જૂનાગઢ, દેવભુમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજા વરસ્યા બાદ ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ વરસાદ ન વરસતા ચિંતા પ્રસરી છે.

(4:09 pm IST)