Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

શેરી નાટક દ્વારા મહિલા સશકિત કરણ

ગુજરાત સરકાર દ્વારા ઘોષિત કરાયેલ ''મહિલા સશકિતકરણ-૨૦૧૮'' દરમિયાન ચાલી રહેલ જાગૃતિ અભિયાન અનુસંધાનો અખિલ હિંદ મહિલા પરીષદ દ્વારા લોકભોગ્ય અને દર્શનીય શેરી નાટીકા તૈયાર કરવામાં આવેલ છે. શેરી નાટકાના માધ્યમથી મહિલા સુરક્ષા, બેટી બચાવો, બેટી પઢાવો, આરોગ્ય સંભાળ, સ્વચ્છતા તેમજ સ્વાવલંબન સહિતાના વિષયોને આવરી લઇ અને ખૂબ જ કલાત્મક રીતે વિવિધ મહોલ્લાઓમાં નૃત્ય નાટીકા નિદર્શીત કરાય રહેલ છે. રવિ રેસીડેન્સી, સ્ટલીંગ હોસ્પીટલ પાછળ આયોજીત નૃત્ય નાટીકામાં વિસ્તારીની ગૃહિણીઓને જબર પ્રતિસાદ આપવાની સાથે તમામ મહિલાઓએ ૧૮૧ હેલ્પલાઇન પણ મોબાઇલ એપ ડાઉનલોડ કરેલ પરીષદ પ્રમુખ શ્રીમતિ ભાવનાબેન જોશીપુરાની ઉપસ્થિતિમાં તેમજ વરીષ્ઠ મહિલા અગ્રહી શ્રીમતી વસુમતીબેન જોશીના મુખ્ય મહેમાન પદે આયોજીત આ નૃત્ય નાટીકા નીદર્શન મોનીકાબેન ફળદુ, દક્ષાબેન મકવાણા, પ્રીતિબેન મકવાણા, બંસી કોયાણી, સોજીત્રા બંસી, વણપરીયા રીંકલ, લાડોલા દર્શની, મકવાણા દર્શના, મેર રવિના, કોરીયા બંસી વગેરેએ સરળ ભાષામાં અને અને સામાન્ય માનવીનો સીધો સંદેશો મળે તે રીતે કરેલ કાર્યક્રમમાં સંચાલન તેમજ સંપૂર્ણ આયોજન પરીષદના મંત્રી અને આ વિસ્તારના અગ્રણી પ્રવિણાબેન પ્રશાંતભાઇ જોશી દ્વારા કરવામાં આવેલ. આ તકે સોનલબેન પરેશભાઇ ઠાકર દ્વારા સર્વે મહિલાઓનું સ્વાગત કરાયુ હતું. ભૂતપૂર્વ શિક્ષિકા અને વયોવૃધ્ધ મહિલા અગ્રહી વસુમતિબેન જોશીએ આ પ્રકારની સશકિતકરણની ઉજવણીને આવકારેલ. આભારવિધી હેમાંગીબેન મહેતાએ કરેલ.

(4:07 pm IST)