Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

11મીએ ચતુર્ગ્રહી યોગ સાથે શનૈશ્ચરી અમાસ: દિવાસો, એવરત ,જીવરત વ્રત અને દીપપૂજન એકસાથે કરાશે

અમાસ અને ચતુર્ગ્રહી યોગમાં જ ખંડગ્રાસ સૂર્યગ્રહણ પણ ભારતમાં દેખાવવાનું નથી :શ્રાવણના છેલ્લા સોમવારે જન્માષ્ટમીનો સંયોગ

 

રાજકોટ :દેવાધિદેવ મહાદેવજી, શનિ અને પિતૃઓની કૃપા મેળવવાનો દિવસ એટલે શનૈશ્ચરી અમાસ. અષાઢી અમાસ શનિવારે આવી રહી છે.સાથે દિવસે ચતુર્ગ્રહી યોગનો પણ સમન્વય થઈ રહ્યો છે. કર્ક રાશિમાં સૂર્ય-ચંદ્ર ઉપરાંત બુધ અને રાહુ પણ સાથે આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે અમાસ અને ચતુર્ગ્રહી યોગમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ પણ થવાનું છે, જોકે તે ભારતમાં દેખાવાનું નહીં હોવાથી ધાર્મિક દૃષ્ટિએ પાળવાનું નથી.

  અંગે વિગતો આપતાં અખિલ ગુજરાત એસ્ટ્રોલોજિકલ સોસાયટીના અધ્યક્ષ જ્યોતિષાચાર્ય ડૉ.મહેન્દ્રભાઈ પંડ્યાએ જણાવ્યું કે, સામાન્ય રીતે કોઈપણ મહિનાની અમાસનાં દિવસે દેવાધિદેવ મહાદેવજીનું પૂજન-અર્ચનનું સવિશેષ મહત્ત્વ હોય છે અને પિતૃકાર્ય પણ કરવામાં આવતું હોય છે, પરંતુ વર્ષે અષાઢી અમાસ શનિવારે આવે છે, તેથી શનૈશ્ચરી અમાસ થાય છે. જ્યારે કર્ક રાશિમાં ચાર ગ્રહો હોવાથી ચતુર્ગ્રહી યોગ સર્જાય છે અને મંગળ સાથે કેતુ મકર રાશિમાં છે. જોકે, દિવસે અમાસ બપોરે .૨૯ સુધી રહેશે. દિવસે ખંડગ્રાસ સૂર્યગ્રહણ છે, પરંતુ તે દેખાવાનું નથી અને પાળવાનું પણ નથી

  તેમણે જણાવ્યું કે અષાઢી શનૈશ્ચરી અમાસ, ચતુર્ગ્રહી યોગની સાથે તા.૧૯મી ઓગસ્ટ સુધી બુધ વક્રી છે, તા.૨૭મી ઓગસ્ટ સુધી મંગળ વક્રી છે અને તા. સપ્ટેમ્બર સુધી શનિ વક્રી છે એટલે કે ત્રણ ગ્રહો વક્રી પણ છે. બધી સ્થિતિઓને જોતાં પ્રજાને માથે ભાર વધે તેવી ઘટનાઓ આકાર લે અને તેને કારણે સંઘર્ષ-ઘર્ષણની સ્થિતિઓનું પણ નિર્માણ થતું જોવા મળે. સમય ગાળા દરમિયાન રાજકીય ક્ષેત્રે સંકળાયેલા સત્તાધીશોએ હિતશત્રુઓથી સંભાળવું હિતાવહ બની રહે

  તેમણે જણાવ્યું કે દિવસે શિવાલયમાં જઈને કાળા તલ મિશ્રિત જળથી અભિષેક કરવો જોઈએ અને ૧૦૮ વખતઓમ્ નમ: શિવાયમંત્રનો જાપ કરવો જોઈએ. સાથોસાથ દિવસે જે વ્યક્તિઓને શનિની પનોતી હોય તેમણે શનિની પનોતીની પીડામાંથી રાહત મેળવવા હનુમાનજીનાં મંદિરે અથવા શનિ મંદિરે દર્શન કરવા જવું જોઈએ. સાથોસાથ હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનું પણ પઠન કરવું જોઈએ.
  
જ્યોતિષાચાર્ય ડૉ.મહેન્દ્રભાઈ પંડ્યાએ જણાવ્યું કે તા.૧૧મી ઓગસ્ટના રોજ અષાઢી અમાસ છે. માટે દિવસેદિવાસો’, એવ્રત-જીવ્રત વ્રતની ઉજવણી પણ કરવામાં આવશે. જ્યારે દિવસ શ્રાવણ માસના પ્રારંભની અમાસ હોવાથી અનેક શ્રદ્ધાળુઓ અમાસથી અમાસ સુધી એક મહિનાનું વ્રત પણ કરતાં હોય છે. તેઓ માટે પણ શિવપૂજન માટે મહત્ત્વનો દિવસ બની રહેશે.

   જ્યોતિષાચાર્ય ડૉ.મહેન્દ્રભાઈ પંડ્યાએ જણાવ્યું કે શ્રાવણ મહિનાનો પ્રારંભ તા.૧૨ ઓગસ્ટના રોજ પ્રારંભ થઈ રહ્યો છે. વર્ષે ચાર સોમવાર આવી રહ્યાં છે. તેમાં પણ શ્રાવણના છેલ્લા સોમવારે જન્માષ્ટમીનો સંયોગ પણ તા. સપ્ટેમ્બરના રોજ થઈ રહ્યો છે. એટલે કે દિવસે અનેક શ્રદ્ધાળુઓ સવારે શિવભક્તિ અને રાત્રે કૃષ્ણભક્તિ કરશે

(4:01 pm IST)