Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

મોટા મવાની જમીન અંગેના કિસ્સામાં વચગાળાના મનાઇ હુકમની અરજી રદ

રાજકોટ તા. ૭: અત્રે મોટા મવા ગામે આવેલ જમીન અંગે વચગાળાનો મનાઇ હુકમ મેળવવા થયેલ અરજીને સિવિલ કોર્ટે રદ કરી હતી.

આ કેઇસની હકીકત એવી છે કે, રાજકોટનાં રહીશ વાદી નિર્મળસિંહ શાંતુભા જાડેજાએ ગુ. જીવુભા ખોડુભાનાં વારસદાર દરજજે રાજકોટનાં એડી. સીનીયર સીવીલ જજ શ્રી એચ. એસ. પટેલની કોર્ટમાં પ્રતિવાદીઓ પોપટભાઇ નરશીભાઇ શીંગાળા વિગેરે સામે રાજકોટ તાલુકાના ગામ મોટા મવાનાં રેવન્યુ સર્વે નં.ફ ૧૭૭ (નવા રે.સર્વે નં. ૧૪) ની ખેડવાણ જમીન એકર ૬-૦૦ ગુંઠા અંગે વિજ્ઞાપન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા દાવો દાખલ કરી દાદ માંગેલ કે, દાવાવાળી જમીન વાદીનાં ગુ. દાદા જીવુભા ખોડુભાનાં નામે હતી અને તેમાંથી તેઓએ પ્રતિવાદી નં. ૧ નાં ગુ. પિતા નરશીભાઇ કરમણભાઇ પટેલને એકર ૪-૦૦ ગુંઠા જમીન ખેડુત હકકમાં વાપરવા આપેલ હતી.

ત્યારબાદ બાકીની જમીન એકર ર-૦૦ ગુંઠા ટોચ મર્યાદાધારા હેઠળ ફાજલ થયેલ અને ત્યારબાદ જથમીન ટોચ મર્યાદાધારો રદ થતા સદરહું ફાજલ થયેલ જમીન ગુ. જીવુભા ખોડુભાના નામે પરત આવવી જોઇએ પરંતુ પ્રતિવાદી નં. ૧ નાં એ બોગસ ડોકયુમેન્ટ ઉભા કરી, ખોટા પુરાવાનાં આધારે ખેડ હકકની નરશીભાઇ શીંગાળાએ મેળવેલ જમીન એકર ૪-૦૦ ગુંઠામાં ક્ષેત્રફળમાં ક્ષતિ હોવાનું જાહેર કરી રેવન્યુ તંત્રને ગેરમાર્ગે દોરી વધારાની એકર રૂ. ૧-૦પ ગુંઠા જમીન પોતાનાં જોગની એકર ૪-૦૦ ગુંઠામાં જોડી દઇ વાદીની વારસાઇ હકકની જમીન ઓળવી ગયેલ છે અને પછી સદરહું જમીન અન્ય પ્રતિવાદીઓને વેચાણ કરી દીધેલ છે તેવી હકીકત જણાવી દાવો દાખલ કરેલ.

સદરહું દાવામાં પ્રતિવાદીઓ દાવાવાળી જમીન અન્ય કોઇને વેચાણ ગીરો કે, બક્ષીસ કરે નહીં કે, કરાવે નહીં તેવો વચગાળાનો મનાઇ હુકમ મેળવવા અરજી કરેલ. સદરહું અરજીની સુનાવણી થતા કોર્ટે ૨'પ્રતિવાદીનાં એડવોકેટશ્રીની'' આ સર્વે નં. ૧૭૭ પૈકી વાળી જમીન એકર ૪-૧૮ ગુંઠા તથા એકર ૦-ર૮ ગુંઠા પ્રમોલગેશનથી જ પ્રતિવાદી નં. ૧ નાં પિતાશ્રી નરશી કરમણનાં નામે નોંધાયેલ છે અને નવી માપણી થતાં પંચ રોજકામ કર્યા બાદ રેવન્યુ અધિકારીશ્રીએ કાયદેસરનાં હુકમથી જમીન એકર ૧-૦પ ગુંઠા તેઓનાં ખાતે કરવાનો હુકમ કરેલ અને ત્યારબાદ અન્ય પ્રતિવાદીઓએ સંપુર્ણ તપાસ કરી કાયદેસરનો અવેજ ચુકવી શુધ્ધબુધ્ધીના ખરીદનાર તરીકે જમીન ખરીદ કરેલ છે અને દાવાવાળી જમીનનો વર્ષોથી કબજો ભોગવટો અને માલીકી પ્રતિવાદીઓનો છે'' તેવી રજુઆત અને દલીલ ધ્યાને લઇ રાજકોટનાં સીનીયર સીવીલ જજ શ્રી એચ. એસ. પટેલે વાદીની વચગાળાનો મનાઇ હુકમ મેળવવાની અરજી રદ કરેલ છે.

આ કામમાં પ્રતિવાદીઓ વતી રાજકોટનાં એડવોકેટ શ્રી અરવિંદભાઇ રામાવત, શ્રી મનોજ એન. ભટ્ટ, અશ્વિન રામાવત, રાજુભાઇ દુધરેજીયા, આનંદભાઇ પઢીયાર વિ. રોકાયેલ છે.

(4:33 pm IST)
  • રાજકોટમાં ગુજરીબજારમાં થયેલ લૂંટ નર્યું નાટક:મહિલાને પૈસાની જરૂર હોય કોલકાતાથી આવેલ કાકાના પૈસા બોયફ્રેન્ડને પહોંચાડવા માટે પૂર્વયોજિત રીતે કારસ્તાન ઘડ્યું હતું : છરીના છરકા લૂંટારૃઓએ લૂંટ કર્યાનું નાટક ખુલ્યું :ફરિયાદી યુવતીએ જાતે જ બ્લેડના છરકા કરીને પોતાને ઇજા પહોચાડેલ ;પ્રાથમિક દ્રષ્ટિએ જ શંકસ્સ્પદ લાગતી ફરિયાદમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરતી એ ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ અને પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોટ access_time 11:25 pm IST

  • સુરેન્દ્રનગરમાં એ ડિવિઝનમાં ફરજ બજાવતા એએસઆઇ અને એક કોન્સ્ટેબલ રૂપિયા 10 હજારની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપી પાડ્યા:બંનેએ પ્રોહિબિશનનો ગુનો દાખલ નહીં કરવા માટે લાંચ માગી હતી.:એસીબીના છટકામાં આબાદ સપડાયા access_time 1:32 am IST

  • દક્ષિણ ગુજરાતમાં દરિયાઇ પટ્ટામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે દરિયાકાંઠે વસતા માછીવારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચન કરાયું છે. ભારે આગાહી વચ્ચે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે વરસાદી માહોલ વચ્ચે વલસાડ અને વાપી સહિતાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો. બીજી તરફ અમેરલીના દામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત એક કલાક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વલસાડમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે શનિવારે સાંજે ઘપમપુરમાં ત્રણ ઇંચ વરસાદ હતો. તો સુરતમાં ત્રણ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હોવાની માહિતી મળી હતી. આ સાથે આસપાસના વિસ્તારોમાં 1થી 2 ઇંચ વરસાદ પડ્યો હોવાની માહિતી મળી રહી છે. access_time 1:20 am IST