Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

માધવ રેસીડન્સીમાં સી.સી. રોડ રીપેરીંગ

વોર્ડ નં. ૯માં આવેલ માધવ રેસીડન્સી ખાતે સી.સી. રોડ રીપેરીંગ તથા રસ્તાના સાઈડ સોલ્ડરમાં પેવીંગ બ્લોકના કામનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી તેમજ પૂર્વ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલના હસ્તે તેમજ શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, કોર્પોરેટર શિલ્પાબેન જાવીયા, વોર્ડ પ્રમુખ જયસુખ કાથરોટીયા તેમજ મહામંત્રી કમલેશ શર્માની ઉપસ્થિતિમાં સી.સી. રોડ રીપેરીંગ તેમજ રસ્તાના સાઈડ સોલ્ડરમાં પેવીંગ બ્લોકના કામનું ખાતમુહુર્ત કરવામાં આવેલ. આ પ્રસંગે શહેર ભાજપ મહિલા મોરચાના મંત્રી દક્ષાબેન વસાણી, શહેર ભાજપ યુવા મોરચાના મંત્રી કુલદીપસિંહ જાડેજા, રક્ષાબેન વાયડા, જાગૃતિબેન ભાણવડીયા, મનીષ પટેલ, જગદીશભાઈ પટેલ, કુમારસિંહ જાડેજા, રાજુ વાઢેર, સંજય ભાલોડીયા, વિરેન્દ્ર ભટ્ટ, દિપક મહેતા, શાંતિભાઈ પાંઉ સહિત ભાજપના આગેવાનો તેમજ માધવ રેસીડન્સીના કુમારીલ ભટ્ટ, ધવલભાઈ દેશાઈ, પ્રકાશભાઈ ગોકાણી, સંજયભાઈ દોશી, જેપ્રીસભાઈ ગાંધી, સુનીલ ઠાકર, પ્રવીણભાઈ ઠાકર, અશોકભાઈ ચિકાણી, બાબુભાઈ મેંદપરા, વિશાલ ચંદારાણા, જયનાબેન દક્ષીણી, વિપુલભાઈ દવે, કાજલબેન મહેતા, પ્રવીણભાઈ વ્યાસ, ભાવીશાબેન વ્યાસ સહિતના અનેક લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

(4:32 pm IST)