Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

એન.એચ.બી. અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક દ્વારા 'રૂરલ હાઉસીંગ ફાઇનાન્સ અને પ્રધાન મંત્રી આવાસ યોજના-ક્રેડીટ લિન્કડ સબસીડી સ્કીમ' વિષે સેમીનાર

રાજકોટ : રાષ્ટ્રીય આવાસ બેંક (એન. એચ. બી.) તથા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના સયુંકત ઉપક્રમે પ્રધાન મંત્રી આવાસ યોજના તથા રૂરલ હાઉસીંગ ફાઇનાન્સના બહોળા પ્રચાર તથા સ્કીમના અમલીકરણ માટે બેંકના ઓફીસરો માટે એક દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં એન. એચ. બી. ના જનરલ મેનેજર શ્રી કે. ચક્રવર્તી, રીજીયોનલ મેનેજરશ્રી સુભાષભાઇ, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના ચેરમેનશ્રી મનોજકુમાર કલમઠેકર, જનરલ મેનેજર શ્રી આઇ. કે. ગોહીલ અને શ્રી ડી. પી. ચંદારાણા, એચ. ડી. એફ. સી. બેંકના જોઇન્ટ જનરલ મેનેજર શ્રી શાલીન દેસાઇ, રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના શ્રી ભાવિક ગઢડા ઉપસ્થિત રહ્યા હતાં. સેમિનારમાં સરકારશ્રીની શહેરી અને ગ્રામીણ વિસ્તાર માટેની પ્રધાન મંત્રી આવાસ યોજના અંગે ઉપસ્થિત ઓફીસરોને જાણકારી આપવામાં આવી હતી. એન. એચ. બી.ના જનરલ મેેનેજર કે. ચક્રવર્તીએ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક દ્વારા છેવાડાના માનવીને પુરી પડાતી બેન્કીંગ સેવાને બિરદાવેલ હતી.

(4:30 pm IST)