Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

વરસાદ-પવનને કારણે રાજકોટમાં રવીવારે રાત્રે ૮ ફીડરો ઉડ્યા : કલાકો સુધી લાઇટો ગૂલ

મોરબી રોડ-ગીતાંજલી-દૂરદર્શન-થોરાળા-સદ્ગુરૂ-કસ્તુરી-ગ્રીનસિટી-કોઠારીયા ફીડરને અસર

રાજકોટ, તા. ૭ : ગઇકાલે રવીવારે સાંજે અમુક વિસ્તારોમાં તોફાની પવન સામે પડેલા ભારે વરસાદને કારણે વીજતંત્રીન ટીમોને દોડધામ થઇ પડી હતી, સાંજે ૭ થી રાત્રે ૧૧ સુધીમાં અમુક વિસ્તારમાં મધ્યમ તો અમુક ક્ષેત્રમાં ભારે વરસાદ ખાબકયો હતો, જેના કારણે એનટી-૧, અને એચટી-૩, ના કુલ ૮ ફીડરો ઉડતા-ફોલ્ટ થતા સેંકડો ઘરોમાં લાઇટો ગુલ થઇ ગઇ હતી, ર થી રાા કલાક સુધી વીજ પુરવઠો નહિ આવતા અને ફોન કરવા છતાં કોઇ અધિકારી ફોન લેતા ન હોય લોકો બફારામાં ભારે અકળાયા હતા.

વીજ અધિકારી સુત્રોના કહેવા મુજબ મોરબી રોડ, ગીતાંજલી, દુરદર્શન, થોરાળા, સદગુરૂ, કસ્તુરી, ગ્રીન સિટી, કોઠારીયા ફીડરને અસર થઇ હતી, ર થી ૩ સ્થળે જમ્પરો ઉડ્યા હતા કોટેચા ચોકથી કે.કે.વી. સુધીના કાલાવડ રોડ પરના આસપાસના વિસ્તારમાં ર કલાક સુધી લાઇટો ગુલ થઇ હતી, કન્ટ્રોલ રૂમમાં રાજકોટ સીટીની કુલ રપ ફરીયાદો આવી હતી તેનો મોડી રાત સુધીમાં નિકાલ કરી લેવાયો હતો.

(5:25 pm IST)