Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

પરસાણાનગરમાં નિવૃત હેડ કોન્સ જીવીબેન સોલંકીનું બીમારી સબબ મોત

રાજકોટ તા. ૭ : શહેરના પરસાણા નગરમાં રહેતા નિવૃત મહિલા હેડ કોન્સ્ટેબલનું બીમારી સબબ મોત નિપજતા પરિવારમા઼ શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ પરસાણાનગર શેરી નં. ૧૦માં રહેતા નિવૃત હેડ કોન્સ્ટેબલ જીવીબેન બેેચરભાઇ સોલંકી (ઉ.૭૬) રાત્રે પોતાના ઘરે હતા ત્યારે બીમારી સબબ અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું છે મૃતક જીવબેનને સંતાનમાં બે પુત્ર છે.એક પુત્ર બી ડીવીઝન પોલીસ મથકમાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવે છે.આ અંગે પ્રનગર પોલીસ મથકના હેડ કોન્સ. વિમલેશભાઇએ કાર્યવાહી કરી હતી.

(5:13 pm IST)