Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

અતુલ ઓટો દ્વારા ૫ હજારથી વધુ ગ્રાહકોને ઓકિસજન પ્લાન્ટના રોપાનું વિતરણ

રાજકોટઃ અતુલ ઓટો લિમિટેડ દ્વારા દેશભરના તમામ અગ્રણી ડીલરશિપમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ૫૦૦૦થી વધુ ગ્રાહકોને ઓકિસજન પ્લાન્ટના રોપાઓ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડિરેકટર નીરજભાઈ ચાંદ્રાએ જણાવ્યું હતું કે અતુલ ઓટો પાસે સૌથી વિશાળ કાર્ગો સીએનજી રેન્જ છે અને અન્ય સીએનજી, એલપીજી અને બેટરી સંચાલિત વાહનોની રેન્જ છે. વાઈસ પ્રેસિડેન્ટ  અને સેલ્સ એન્ડ માર્કેટિંગ શ્રી પુષ્કર સિંહાએ ઉમેર્યું કે અમારી કંપની ધીરે ધીરે સીએનજી / એલપીજી તથા ઈલેકિટ્રક વાહનો તરફ સ્થાનાંતરિત કરવામાં આવ્યું છે અને આજે આવા ઘણા ગ્રાહકોને અમારા શો- રૂમ પર અમારા ઈકો ફ્રેન્ડલી વાહનો આપનાવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરત, દાહોદ, પટના, ગયા, જહાનાબાદ, અલવર, ઢોલપુર જેવા વિવિધ શહેરોમાં વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

(3:05 pm IST)