Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

પશુઓની વિનામુલ્યે સારવાર માટે ૧૯૬૨માં ફોન કરવાની સુવિધા ખુબ ઉપયોગીઃ ત્રંબામાં ત્રણ ગાયોનો જીવ બચ્યો

શીંગડામાં કેન્સર હોઇ પશુ ડોકટરની ટીમે તત્કાલ પહોંચી ઓપરેશન કર્યા

રાજકોટઃ પશુપાલન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા પશુપાલકોની મદદ માટે દસ ગામ દીઠ એક એમ્બ્યુલન્સ અને ડોકટરની ટીમ મુકવામાં આવી છ. પશુપાલકો ૧૯૬૨માં કોલ કરીને પોતાના પશુઓની વિનામુલ્યે સારવાર કરાવી શકે છે. જરૂર પડ્યે પશુ ડોકટરની ટીમ જે તે પશુના ઓપરેશન પણ કરી આપે છે. ત્રંબા ગામની આ ટીમમાં ડો. પવનેશ ગેહલોત, ડો. તાલિબ હુશેન ઓ પાયલોટ મહિપત આહિરની ટીમ પશુઓની સેવા માટે સતત દોડતા રહે છે. તાજેતરમાં પાલતુ ગાયને શીંગડામાં કેન્સર થતાં આ ટીમે તત્કાલ ઓપરેશન કરી બચાવી લીધી હતી. અન્ય ત્રણ ગાયોને પણ શીંગડામાં રોગ થતાં શીંગડા કાપીને જીવતદાન આપ્યું હતું. ગામલોકોએ આ ટીમને બીરદાવી હતી. ત્રંબાથી જી. એન. જાદવના જણાવ્યા મુજબ જે ગાયને કેન્સર થાય તે ખાવા પીવાનું પણ બંધ કરી દેતી હોય છે અને માથું પછાડ્યા કરે છે. ત્રંબા પંથકના કોઇપણ પશુપાલક ૧૯૬૨માં ફોન કરીને વિનામુલ્યે પશુઓની સારવાર કરાવી શકે છે.

(11:00 am IST)