Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

સાઉથ કોરીયાની ટીમ રાજકોટ ચેમ્બરની મુલાકાતે

રાજકોટઃ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગના વિકાસને ધ્યાને લઇ તેઓના પ્રશ્નો અને સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ લાવવા હંમેશા પ્રયત્નશીલ રહે છે. નિકાસકારોને પોતાના વેપારમાં વધુ વેગ મળે તેવા અવિરત પ્રયાસરૂપી એમ્બેસી ઓફ ધિ રિપબ્લીક ઓફ સાઉથ કોરીયાના ડાયરેકટર જનરલ કિમ મુન યંગએ રાજકોટ ચેમ્બર અને શહેરની વિવિધ સેકટરની ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રા અને માનદ્દમંત્રી નૌતમભાઇ બારસીયા ઉપસ્થિત રહી રાજકોટ શહેરની વિવિધ સેકટરની ઇન્ડસ્ટ્રીઝ અંગે વિગતવાર જાણકારી આપેલ તે સમયની તસ્વીર નજરે પડે છે.

(3:50 pm IST)