Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

નીટના પરિણામમાં પ્રિમીયર સ્કુલની સુનામી

મેડીકલના પ્રવેશ દ્વાર સમી પ્રિમીયર સ્કુલમાં ૧૭૦માંથી ૧૬૦ છાત્રો નીટ કવોલીફાય... શ્લોકા ઠક્કર ઈંગ્લીશ મીડિયમમાં સૌરાષ્ટ્ર ફર્સ્ટ... ૬૦૦ થી વધુ ગુણ મેળવતા ૬ છાત્રો : તમામ છાત્રોને મળ્યા ઉચ્ચ ગુણ * પ્રિમીયર સ્કુલના નેહા મેડમ, મનન જોષી, નિરવ બદાણી અને મુકેશ તિવારીના માર્ગદર્શન હેઠળ ઉચ્ચ કારકિર્દી ઘડતર કરતા સેંકડો છાત્રો

રાજકોટ : 'અકિલા' કાર્યાલય ખાતે પ્રિમીયર સ્કુલના નેહાબેન દેસાઈ, મનનભાઈ જોષી, નિરવભાઈ બદાણી અને મુકેશભાઈ તિવારી સાથે નીટની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર શ્લોકા ઠક્કર, પાર્થ અજમેરા, અભિષેક કોડીનારીયા, ધ્યેય મહેતા, વત્સલ ચોકસી, ક્ષમા રાવલ, યશ્વી ચાંગેલા, આશા આનંદપરા, હાર્દિ ગોહેલ, મોહક ધિરવાણી, મિહીર સખીયા નજરે પડે છે. (તસ્વીરઃ પ્રિન્સ બગથરીયા)

રાજકોટ : તાજેતરમાં મેડીકલ પ્રવેશ માટે લેવાયેલ નીટની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. જેમ લોકસભાની ચૂંટણીમાં જેમ ભાજપે સુનામી રૂપ ઝળહળતો જવલંત વિજય મેળવ્યો હતો. તેવી રીતે મેડીકલ પ્રવેશ માટેની નીટના પરિણામમાં રાજકોટની એકમાત્ર પ્રિમીયર સ્કુલે સુનામીરૂપ પરિણામ હાંસલ કર્યુ છે.

પ્રિમીયર સ્કુલના સેંકડો વિદ્યાર્થીઓએ  નીટના પરિણામમાં ૭૨૦માંથી ઉચ્ચ ગુણ મેળવીને મેડીકલ કોલેજમાં પ્રવેશ સુનિશ્ચિત કરી ડોકટર બનવાનું સપનું સાકાર કર્યુ છે.

'લર્ન ટુડે લીડર્સ ટુમોરો'ના સ્લોગન સાથે કાર્યરત પ્રિમીયર સ્કુલમાં હજારો વિદ્યાર્થીઓની ઉચ્ચ કારકિર્દીનું ઘડતર કરતાં સંચાલક અને મુળભૂત શિક્ષકો શ્રી નેહાબેન દેસાઈ, મનનભાઈ જોષી, મુકેશભાઈ તિવારી અને નિરવભાઈ બદાણીના વડપણ હેઠળ વિદ્યાર્થીઓને સતત અને અસરકારક રીતે માર્ગદર્શન આપી નીટ અને જેઈઈની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવે છે.

પ્રિમીયર સ્કુલના નેહાબેન દેસાઈ, મુકેશભાઈ તિવારી, મનનભાઈ જોષી અને નિરવભાઈ બદાણીએ વિદ્યાર્થીઓએ સિદ્ધિના  ૪ પગથિયાં 'સ'ને વરેલી છે. જેમાં એક સખત પરિશ્રમ, સાતત્યસભર તાલીમ, સંતુલિત કાર્યશૈલી, સભર જીવનશૈલી એટલે તેનો સરવાળો શ્રેષ્ઠ પરિણામ થાય છે. વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન આપી અને તેમને તેના નિશ્ચિત લક્ષ્યાંક સુધી પહોંચાડવામાં ટીમ પ્રિમીયર સ્કુલ સદૈવ અગ્રેસર હોય છે.

પ્રિમીયર સ્કુલનું નીટનું પરિણામ એક કિર્તીમાન સ્વરૂપ છે. તેમાં પ્રિમીયર સ્કુલના ૧૭૦ વિદ્યાર્થીઓમાંથી ૧૬૦ વિદ્યાર્થીઓ નીટ કવોલીફાય થયા છે. ઈંગ્લીશ મીડિયમમાં સૌરાષ્ટ્ર પ્રથમ શ્લોકા ઠક્કર ૭૨૦માંથી ૬૭૫ ગુણ સાથે ઓલ ઈન્ડિયા રેન્ક ૧૪૦ આવ્યો છે. પ્રિમીયર સ્કુલના ૬ વિદ્યાર્થીઓએ તો ૬૦૦થી વધુ ગુણ હાંસલ કર્યા છે. ૧૬ વિદ્યાર્થીઓએ ૫૫૦થી વધુ ગુણ મેળવ્યા છે. ૪૨ વિદ્યાર્થીઓએ ૫૦૦થી વધુ ગુણ મેળવ્યા છે. ૬૨ વિદ્યાર્થીઓએ ૪૫૦થી વધુ ગુણ મેળવ્યા છે. જયારે ૪૦૦થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૯૦ છે.

પ્રિમીયર સ્કુલના સંચાલક અને વિદ્યાર્થીઓની કુનેહ પારખનાર નેહાબેન, મનનભાઈ જોષી, મુકેશભાઈ તિવારી અને નિરવભાઈ બદાણીએ પ્રિમીયર સ્કુલમાં મર્યાદિત વિદ્યાર્થીઓ અને કોર મેનેજમેન્ટ ગ્રુપના શિક્ષકો દ્વારા ઉત્કૃષ્ટ તાલીમ અને વિદ્યાર્થી કેન્દ્રીત મેથોડોલોજી થકી આ પ્રકારના શ્રેષ્ઠતમ પરિણામ છેલ્લા ૭ વર્ષથી આપી રહ્યા છે.

સૌરાષ્ટ્ર ફર્સ્ટ શ્લોકા ઠકકર (૬૭૫ ગુણ)

શ્લોકા ઠક્કરના પિતા : પિયુષભાઈ, અને માતા : કાજલબેન ઠકકર છે. શ્લોકા ઠક્કરે જણાવ્યુ હતું કે, તેમને વાંચન અને ટ્રાવેલિંગ શોખ છે.સફળતા ની એક માત્ર ચાવી એ સખત મહેનત છે. ત્રણેય વિષયો પર પૂરતું ધ્યાન આપવું આવશ્યક છે. બાયોલોજી માટે NCERT, ફિજિકસ માટે ન્યુમેરિકલ્સ ની સતત પ્રેકિટસ કરતી રહેવી.અને કેમીસ્ટ્રી માં ફિજીકલ કેમિસ્ટ્રિ માટે ન્યુમેરિકલ્સની પ્રકટીસ તથા કન્સેપ્ટ કલેરિટી જરૂરી, ઇનઓર્ગનિક તથા ઓર્ગનિક માટે NCERT તેમજ અન્ય રેફ્રન્સ બૂક કરવી લાભદાયી છે.

શ્લોકા ઠક્કરે જણાવ્યુ હતું કે, વર્ષ દરમિયાન તથા ખાસ કરીને પરીક્ષા સમયે નુ ટાઈમ મેનેજમેંટ અતિ આવશ્યક છે. શાળા ના કલાકો ઉપરાંત રોજના ૪ -૬ કલાકોનુ સેલ્ફ સ્ટડિ કરવું જરૂરી છે, પરિવારનો રોલ ખૂબ જ મહત્વ નો ભાગ ભજવે છે. મારા મમ્મી પપ્પા એ કયારેય મારા માર્કસ ની સરખામણી બીજા સાથે આ કરતાં હમેશા મે પ્રોત્સાહિત જ કરી છે. મારી નાની બેન અને મારી ફ્રેંડ્સ એ મને સકારત્મક રીતે આગળ રહેવા પ્રેરિત કરી છે.

પાર્થ અજમેરા (૬૫૮ ગુણ)

પિતાનું નામ : સુરેશભાઇ અજમેરા - સુમન ઓટો, માતાનું નામ : ફાનન બેન અજમેરા છે.

પાર્થ અજમેરાએ જણાવ્યુ હતું કે,  રીડિંગ, સ્પોર્ટ્સ અને મૂવી જોવા બહુ ગમે છે. પાર્થ રોજ ના ચાર થી પાંચ કલાક નું વાંચન પ્રેકિટસ અને સ્કૂલ માં શિક્ષકો દ્વારા ભણાવતી વખતે એકાગ્રતા થી સમજવું અને જે કઈ પ્રશ્નો હોય એના જવાબ મેળવી લેવો. રોજ નું રિવીજન રોજ કરવું. પેરેંટ્સ અને મોટા ભાઈ ને સતત પ્રેરણા અને સાથ થી મને ખૂબ જ મદદ મળી છે. શિક્ષકો તરફ થી સતત યોગ્ય માર્ગદર્શન સ્કૂલ માં શિક્ષણનું વાતાવરણ ને કારણે અભ્યાસ માં રુચે રહે છે.

અભિષેક કોડીનારિયા (૬૪૦ ગુણ)

પિતા : દીપકભાઈ કોડીનારિયા, માતાઃ ભાવનાબેન કોડીનારીયા છે. અભિષેકે જણાવ્યુ હતું કે,  તેમને કુદરત ની બનાવટ નો પછી તે નાના એટમ થી લઈને મોટા સ્કલેસ કેમ ના હોય તેને સમજવા નો શોખ છે. નવી નવી દવા બનાવવાનો શોખ છે. પેહલા બયોલોજી મા સારો સ્કોર મેળવા એનસીઇઆરટી અને થોડું બાર ની રેફ્રન્સ બૂક વાંચવી. ઓર્ગનિક કેમિસ્ટ્રિ માં મૈન ફોકસ રીએકસ્ન મેકેનીસ્મ અને જનરલ પ્રિસિપલ પર આપવો. ફિજિકલ કેમિસ્ટ્રિ માં થોડા કોન્સૈપ્ટ અને ન્યૂમેરિકલ ની પ્રેકિટસ કરસો. ઇનોર્ગનિક કેમિસ્ટ્રિ માં લાઇન ટુ લાઇન NCERT કરવી પછી એકસ્ટ્રા મટિરિયલ વાંચવું. ફિજિકસ માં NCERT બહુ ઇમ્પોર્ટેંટ નથી પણ કોર કોન્સૈપ્ટ તમારી આંગળીના વેઢે આવડતા હોવા જોઈએ. અને નુમેરિકલ્સ ની પ્રકટિસ વધારે કરવી જોઈએ. દિવસે દિવસ નું કામ કરી લેવું બયોલોજી માં ખાસ, ધો.૧૦ ના વેકેશન માં થોડું મેથ્સ શીખી લેવું જેવુ કે, ટ્રિગોનોમેટ્રી, વેકટર, એલજીબ્રા અને કેલ્કુલૂસ (બેસિક જ) ફિજિકસ અને ઓર્ગનિક કેમિસ્ટ્રિ માટે વેકેશન માં યૂટ્યૂબ પર વિડિયો લેકચરસ જોતો. મહેનત નું ફળ તમને ત્યારેજ મળે જયારે તમને સાચું માર્ગદર્શન મળે. પ્રીમિયર સ્કૂલ ના અનુભવી શિક્ષકો ની મદદ ને લીધે અને તેમના સાચા માર્ગદર્શન હેઠળ જેમ કે રેગ્યુલર ટેસ્ટ, ઓરલ ટેસ્ટ અને ડાઉટ કલેયરિંગ સેશન્સ ના લીધે સફળતા મને મળી છે.

આ બધુ કરવાથી મને મારા વીક પોઇંટ્સ અને કેવી રીતે તેને સુધારવા એની સમજણ પણ મળી.

ધ્યેય મેહતા (૬૨૫ ગુણ)

 પિતાનું નામ : હેમલભાઈ મેહતા, માતા : ફાલ્ગુનીબેન મેહતા છે. ધ્યેય મહેતાએ જણાવ્યુ હતું કે મને પ્રવાસ અને વાંચન નો શોખ છે. નીટ અને એમ્સ માટે સતત બે વર્ષ થી મેહનત કરતો હતો. મોબાઇલ, લેપટોપ. ટીવી. સદંતર બંધ ના કરતાં, તેનો ઉપયોગ મર્યાદા માં રહી ને કરતો હતો. રોજ માટે એક ફિકસ સિડ્યુલ બનાવી ને પછી એ પૂરું કરી લેવું. એ આદત સતત બનાવી રાખવી જરૂરી છે. ૮ કલાક સ્કૂલ અને ૮ કલાક દ્યરે એમ મળી ને ૧૫ – ૧૬ કલાક નું વાંચન ખુબજ જરૂરી છે.

ઘરના દરેક સદસ્ય જેમ કે માતા, પિતા બહેન અને દાદા – દાદી બધાજ ૨ વર્ષ થી મારા લક્ષ્ય ની પાછળ સતત ભોગ આપર્યો છે. પ્રીમિયર સ્કૂલ તરફ થી શૈક્ષણિક, નૈતિક, સપોર્ટ ખુબજ મળ્યો. બયોલોજી માં નેહા મેડેમ જે અત્યાર સુધી માં મને મળેલા ટીચર્સ માં શ્રેષ્ઠ્તમ છે. જેઓ ના સપોર્ટ અને સાથ વગર કદાચ આ પરિણામ હું લાવી શકયો ન હોત. દરેક ટીચર્સ – સર પોતાની રીતે શ્રેષ્ઠ પરિણામ આપવા કાયમ તત્પર રહેતા. તેનું પરિણામ અમારા રિજલ્ટ માં જોવા મળે છે. ટીમ પ્રીમિયર ને અમારા વતી ખૂબ ખૂબ અભિનંદન.

મોહક ધિરવાની (૬૧૦ ગુણ)

પિતા : ડો.જય ધિરવાની - (અમૃતા હોસ્પિટલ), માતાનું નામ : વિનીબેન ધિરવાની છે.

મોહક ધિરવાનીએ જણાવ્યુ હતું કે મે સૌથી વધારે ધ્યાન ફિજિકસ ને આપવા ને લીધે બયોલોજી ઉપર ધ્યાન ઓછું દેવાનું એટ્લે કેમિસ્ટ્રિ અને બાયોલોજી એનસીઇઆરટી માથી પેહલા કરવાનો આગ્રહ રાખવો. ફિજિકસ માં દરોરાજ સમ સોલ્વ કરીને પ્રિપેર કરતો. છેલ્લા ૫ -૬ મહિના વાંચવાના કલાકો ૬ -૭ કલાક વધી ગયા હતા. દરોરોજ સહુથી અઘરો લાગતો ટોપિક થી શરૂ કરીને સહુથી સહેલો ટોપિક કરતાં. કોઈ પણ ટોપિક નહીં પુછાય એ ગણતરી થી છોડી નહીં દેવાનો. મારા પેરેંટ્સ એ કોઈ દિવસ મારા પર વાંચવાનું દબાણ નથી કર્યું. મને જયારે પણ સારું લાગતું ત્યારે ભણતા અને કોઈ દિવસ મૂડ વગર નથી ભણયુ.

પ્રીમિયર સ્કૂલ માં વીકલી ટેસ્ટના લીધે ખૂબ જ મદદ રહી હતી. અમને કોઈ દિવસ એવું નથી લાગ્યું કે અમને પૂછવા માં નથી આવતું. કે બરોબાર ભણવાનું ચાલે છે કે નહીં. જયારે પણ વચ્ચે રજાઓ આવશે ત્યારે કોઈ દિવસ એમ ન લાગ્યું. કે અમે સ્કૂલે નથી ગયા. જયારે પણ ભણવામાં કઈ તકલીફ કે વાંધો પડે જેમ કે કોઈ વિષય માં doubts કે પછી ટાઈમ ટેબલ ના ફાવતું હોય તો તમે સીધા ફેકલ્ટીસ (શિક્ષકો)ને મળી ને તમારી તકલીફ નો ઉપાય તે શોધી આપે છે.

વત્સલ ચોકસી (૬૦૧ ગુણ)

વત્સલ ચોકસીએ જણાવ્યુ હતું કે, સંગીત સાંભળવાનો શોખીન વત્સલ ચોકસીએ જણાવેલ કે, હું રેગ્યુલર દિવસો પર સ્કૂલ પછી ૭ -૮ કલાક વાંચન કરતો હતો. સ્કૂલ થી આવી ને ૧ કલાક ફ્રેશ થતો આમાં જમવાનું પણ આવી જાય છે, ફિજિકસ અને કેમિસ્ટ્રિનું દરરોજનું દરરોજ વાંચવાનું અને થોડા એમસીકયુ સોલ્વ કરતો . ૧૨ વાગ્યે સૂઈ જતો અને ૬.૩૦ – ૭ વાગ્યે ઉઠી જતો અને બાયોલોજીનું જે દિવસનું કામ તે દિવસે જ કરી નાખતો અને ઓરલ ટેસ્ટ માટે વધારનું વાંચતો અને ટાઈમ હોય તો એમસીકયુ સોલ્વ કરતો. સ્કૂલ ૧ વાગ્યા ની હોવાથી ૧૨ વાગે જમી લેતો. પેરેંટ્સ સાથે સ્કૂલ સાથે સંકળાયેલી વાત કહેતો એટ્લે થોડું ટેસ્ટ ક એકજામ નું ટેન્શન ઓછું તાહિ જતું અને કોઈ પણ ડાઉટ હોય તો સ્કૂલ ટીચરસ ને પૂછી લેતો. ઓર મેસેજ થી પૂછી લેતો. સ્કૂલ સ્ટાફ અને ટીચરસ હમેશા મદદ કરતાં અને ટીચરસ માર્ગદર્શન આપસે કામ તો આપણે જ કરવું પડસે.

(3:46 pm IST)