Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

આવતા અઠવાડિયે ૧૫૦ નાયબ મામલતદારોને પ્રમોશનઃ રેવન્યુ કર્મચારી મહામંડળ મહેસુલ મંત્રીને મળ્યું

જૂનની ૨૨-૨૩ આસપાસ એકી સાથે ૧૫૦૦ કલાર્ક-તલાટીને બઢતી આપશે સરકાર

રાજકોટ, તા. ૭ :. ગુજરાત રેવન્યુ કર્મચારી મહામંડળે ગઈકાલે મહેસુલ મંત્રીને મળી નાયબ મામલતદારો અને રેવન્યુ કલાર્ક-તલાટીના પ્રમોશન આપવા અંગે ગાંધીનગર ખાતે વિસ્તૃત રજૂઆતો કરી હતી.

રજૂઆતમાં હોદેદારોએ મહેસુલ મંત્રીને સાફ સાફ જણાવ્યું હતુ કે સરકારની અણઘડ નીતિને કારણે નાયબ મામલતદારો, કલાર્ક, તલાટીના પ્રમોશન અટકયા છે.

આ પછી મહેસુલ મંત્રીએ ગણત્રીના દિવસોમાં યોગ્ય કરવાની ખાત્રી આપી હતી. રાજકોટ કલેકટર કચેરીના મહેસુલ મંડળના સૂત્રોના ઉમેર્યા પ્રમાણે આગામી અઠવાડિયે ૧૫૦ જેટલા નાયબ મામલતદારોના પ્રમોશન આવી રહ્યા છે અને ૨૨ - ૨૩ જૂન આસપાસ ૧૫૦૦ જેટલા કલાર્ક, તલાટીઓનું પણ પ્રમોશન અપાશે. જેમાં રાજકોટ કલેકટર તંત્રના ૬૫ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.

(3:44 pm IST)
  • રાજસ્થાન, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં ત્રણ-ચાર દિ' હિટવેવની આગાહી : હરીયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ અને પશ્ચિમ યુ.પી.માં તોફાની પવન સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી : ભારતીય હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી ૩ થી ૪ દિવસ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં જોરદાર હિટવેવની શકયતા છે. જયારે હરીયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ધુળની આંધી અને કેટલીક જગ્યાઓએ ૩૦ થી ૪૦ કિમીની ઝડપે પવન ફુંકાવાની સાથે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે access_time 3:20 pm IST

  • ૨૪ કલાકમાં કેરળમાં ચોમાસુ પગલા માંડશે : ૨૦ જુન પછી ગુજરાતમાં ચોમાસુ બેસશેઃ ગુજરાતના હવામાનમાં પણ પલ્ટો આવ્યોઃ મુંબઇ-સુરતનું વાતાવરણ બદલાતુ જાય છેઃ સુરતના તમામ તાલુકામાં વાદળા ઘેરાયા છે : ડાંગ - આહવા - સાપુતારા - વધઇ - નવસારી - વલસાડ પંથકમાં પણ વાદળાઓ જમાવટ કરતા જાય છે access_time 1:07 pm IST

  • મુંબઈમાં ૯ સ્થળે ''ઈડી''ના દરોડા : ૫૪૦૦ કરોડના બેન્ક લોન કૌભાંડ બાબતે ''ઈડી''એ મુંબઈમાં ૯ સ્થળે સામટા દરોડા પાડયા છેઃ વિગતો મેળવાઈ રહી છે access_time 1:08 pm IST