Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

રાજકોટ મહિલા આઈ.ટી.આઈ.માં વિવિધ વ્યવસાયલક્ષી ૩૪ કોર્ષમાં પ્રવેશનો પ્રારંભ

૨૧ જૂન સુધી ઓનલાઈન પ્રવેશઃ ૨૨૦૦થી વધુ તાલીમાર્થીઓને તાલીમઃ વિદ્યાર્થીઓને ઈન્ડસ્ટ્રીઝમાં એપ્રેન્ટીસશીપ અને રોજગાર માટે પણ સુવિધાઃ ધો. ૧૦ પાસ ઉમેદવારોને વ્યવસાયની ઉમદા તાલીમઃ વિગતો રજૂ કરતા આચાર્ય રાજેશ ત્રિવેદી - નિપુણ રાવલ - પ્રદીપ પંડયા

રાજકોટ, તા. ૭ :. અહીં ખાતે આવેલ મહિલા આઈ.ટી.આઈ. તેમજ આઈ.ટી.આઈ. સંસ્થામાં ધો. ૧૦ પાસ વિદ્યાર્થીઓ માટે વિવિધ ૩૪ જેટલા વ્યવસાયલક્ષી કોર્ષના પ્રવેશ કાર્યનો પ્રારંભ થઈ ચૂકયો છે.

આ અંગે 'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા મહિલા આઈ.ટી.આઈ.ના આચાર્ય રાજેન્દ્ર ત્રિવેદી તથા આઈ.ટી.આઈ.ના આચાર્ય નિપૂણ રાવલ અને ફોરમેન પ્રદીપભાઈ પંડયાએ વિસ્તૃત વિગતો આપતા જણાવ્યુ હતુ કે મહિલા આઈ.ટી.આઈ. તથા આઈ.ટી.આઈ.ના ધો. ૧૦ પાસ વિદ્યાર્થી ભાઈ-બહેનોમાં ટર્નર, ફીટર, ઈલેકટ્રોનીકસ મિકેનિક, ઈલેકટ્રીશ્યન, વાયરમેન, પ્લમ્બર, કોમ્પ્યુટર હાર્ડવેર અને નેટવર્ક મેઈન્ટેનન્સ જેવા ૧ થી ૨ વર્ષના વ્યવસાયલક્ષી કોર્ષ તેમજ મહિલાઓ માટે કોમ્પ્યુટર ઓપરેટર, પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ, ડ્રેસ મેકીંગ, બેઝીક કોસ્મેટોલોજી, હેલ્થ એન્ડ સેનેટરી ઈન્સ્પેકટર વગેરેના ૧ વર્ષના કોર્ષમાં ૨૧ જૂન સુધી પ્રવેશ કાર્ય ચાલુ છે.

પ્રવેશ ફોર્મ ઓનલાઈન ભરવા માટે itiadmission.gujrat.gov.in વેબસાઈટનો ઉપયોગ કરવો. આઈ.ટી.આઈ. રાજકોટ ખાતે પણ ઓનલાઈન ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તા. ૨૧ છે. પ્રવેશ ફોર્મ ભરવા માટે ધો. ૮, ૯, ૧૦ની માર્કશીટ, શાળા છોડયાનું પ્રમાણપત્ર, પ્રયત્નનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, આવકનો દાખલો, પાસપોર્ટ સાઈઝ ફોટા-૨, આધારકાર્ડ વગેરે ફોર્મ સાથે જોડવા જરૂરી છે. ઉપરાંત ફોર્મ ભરવા માટે વધુ માહિતી માટે ફોન નં. (૦૨૮૧) ૨૫૬૨૮૮૩ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

નોંધનીય છે કે, આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓને વિવિધ નામાંકિત ઈન્ડસ્ટ્રીઝમાં એપ્રેન્ટીસ શીપ તથા રોજગારી માટે અવારનવાર ભરતી મેળાઓ યોજવામાં આવે છે. હાલમાં આઈ.ટી.આઈ.માં ૨૨૭૦ જેટલા તાલીમાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે, ત્યારે હવે નવા સત્રમાં વ્યવસાયલક્ષી કોર્ષમાં પ્રવેશ મેળવી લેવા સંસ્થાના આચાર્યશ્રીએ અનુરોધ કર્યો છે.

(12:03 pm IST)