Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

શહેરમાં આજે સિઝનની સૌથી વધુ ગરમી નોંધાશે

રાજકોટમાં ગરમીથી પ્રજાજનો ત્રાહીમામ : ૩૬.૬ ડિગ્રી : સાંજ સુધીમાં સંભવતઃ પારો ૩૮ ડિગ્રીએ પહોંચી જાય તેવી સંભાવના

રાજકોટ શહેરમાં ગઈકાલે ગરમીમાં આંશિક રાહત રહ્યા બાદ આજે ફરીથી પારો ઉંચકાયો : બપોરે માથુ ફાડી નાખે તેવો આકરો તાપ વરસી રહ્યો છે : શહેરમાં તાપ  અને ગરમી સાથે ૧૪ કિ.મી. ની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યા છે : સાંજ સુધીમાં હજુ એક થી દોઢ ડિગ્રીનો વધારો થવાની પૂરેપૂરી સંભાવના છે : હવામાન વિભાગે જણાવ્યુ છે કે તા.૯ થી ૧૧ દરમિયાન ઉંચા તાપમાનથી થોડી રાહત મળશેઃ સવારના ભાગે વાતાવરણમાં ઠંડક રહેશે : તા.૧૧ થી ૧૪ (સોમથી ગુરૂ) ફરી તાપમાન ઉંચકાશે : ૯ થી ૧૪ દરમિયાન પશ્ચિમી પવન ફૂંકાશે એટલે કે અલગ અલગ દિવસે જુદા જુદા વિસ્તારોમાં ઝાકળની સંભાવના છે

(4:14 pm IST)