Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

રાજકોટે કલાઇમેન્ટ ચેન્જનો પડકાર ઝીલ્યો છે : કેનેડાની ગ્લોબલ મેયર્સ સમીટમાં ડો.જૈમન ઉપાધ્યાયનું ઉદબોધન

રાજકોટઃ કેનેડા દેશના એડમેન્ટોન શહેરમા તા.૦૩ માર્ચ થી ૦૭ માર્ચ-૨૦૧૮ દરમિયાન યોજાયેલ કલાઈમેટ ચેન્જ અંગેની ગ્લોબલ મેયર્સ સમિટમાં ભારત દેશમાંથી માત્ર રાજકોટ શહેરના મેયર ડો.જૈમન ઉપાધ્યાય ભાગ લીધો છે.જેમાં આજ યોજાયેલ ગૃપ મીટીંગમાં મેયરશ્રીએ જણાવેલ કે, વધતા જતા શહેરીકરણના કારણે રહેણાંક, કોમર્શીયલ, ઔદ્યોગિક, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ તથા ટ્રાન્સપોર્ટેશન સહિતની વિવિધ શહેરી સેવાઓમાં એનર્જીના વપરાશનું પ્રમાણ ખુબ વધી રહ્યું છે, અને કલાઈમેટ ચેન્જની પ્રવર્તમાન નકારાત્મક અસરો તે જવાબદાર છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ શ્નઇકલીઙ્ખની શ્નકલાઈમેટ રેઝિલીયન્ટ સિટિઝ મેથોડોલોજીની મદદથી કલાઈમેટ રીઝીલીયન્ટ સીટી એકશન પ્લાન બનાવેલ છે જેમાં સાયન્ટીફીક ડેટાના આધાર પર વિવિધ કાર્યો નક્કી કરાયા છે. રાજકોટના વિવિધ પ્રયાસોના કારણે શહેરની સ્ટ્રેટેજિક કેપેસીટીઝમાં વધારો થઇ રહ્યો છે અને રાજકોટ લો કાર્બન અને એનર્જી એફિશિયન્સીની દિશામાં ઝડપથી આગળ ધપી રહ્યું છે. આમ કલાઇમેંટ ચેન્જ સામે રાજકોટે પડકાર ઝિલ્યો છે તેમ પણ મેયરશ્રીએ અંતમાં કહ્યું હતું

(4:02 pm IST)