Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

પોતાના શાસનમાં ખેડૂતોને ફદીયુય ન આપનારા હવે વગોવવા બેઠા છે

નિવેદનબાજોને ગોવિંદભાઇ પટેલનો પ્રત્યુત્તર

રાજકોટ તા. ૭ :.. જે લોકોએ પોતાના ૪૦ વર્ષના શાસનમાં ખેડૂતોને એક ફદીયુય આપ્યું નથી તે લોકો નાના ખેડૂતોને વર્ષે મળતા ૬૦૦૦ નો વિરોધ કરી રહ્યા છે તેમ એક નિવેદનમાં રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવ્યું છે.

શ્રી પટેલે જણાવેલ છે કે કોંગ્રેસના શાસનમાં ખેત ઉત્પાદન ઉપર લેવી લેવાતી હતી મગફળી અનેતેલની બીજા રાજયોમાં  નિકાસ ઉપર પ્રતિબંધો હતાં. ડાંગર, બાજરી, જેવા ઉત્પાદનો ઉપર લેવી લેવામાં આવતી હતી અને ખેડૂતને લૂંટવામાં આવતો હતો તે સ્થિતિ ભાજપની સરકારે દુર કરેલ છે. એટલું જ નહિ ખેતી અને ખેડૂત સમૃધ્ધ થાય તે વાતને સ્વીકારીને કેન્દ્રીય બજેટ તેમજ રાજયના બજેટમાં વિશિષ્ટ જોગવાઇ કરીને ખેતી અને ખેડૂતને મહત્વ અપાયું છે.

જેણે એક કાણી પાઇ પણ ખેડૂતના નામે આપી ન હોય તે લોકો હવે ભાજપની સરકારના નિર્ણયની ટીકા કરવા નિકળ્યાનું અંતે શ્રી પટેલે જણાવ્યું છે. (પ-ર૭)

(3:36 pm IST)