Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

શિક્ષણધામમાં રાજકીય જલ્સો કુલપતિ પેથાણી અને કુલનાયક દેશાણીનું પદગ્રહણ

મહેમાનો માટે ૫ લાખનો મંડપ અને ૯ લાખનો જમણવાર... અને વિદ્યાર્થીઓને માત્ર ભાષણનો આસ્વાદઃ વિદ્યાર્થીઓની લાગણી - માંગણી માટે કટીબદ્ધ રહેવાની કુલપતિ ડો.નીતિન પેથાણીની ખાત્રી : કુલનાયક દેસાણીએ વિદ્યાર્થીને કેન્દ્રસ્થાને રાખીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી : સંતો - મહંતો અને ભાજપ - સંઘના અગ્રણીઓની ઉપસ્થિતિ

રાજકોટ, તા. ૭ : રાજકીય જલસા સાથે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવનિયુકત કુલપતિ નીતિન પેથાણી અને કુલનાયક વિજય દેસાણીએ તેનો કાર્યભાર સંભાળ્યો છે. શૈક્ષણિક કરતા રાજકીય લોકોની વિશેષ ઉપસ્થિતિમાં પદગ્રહણ સમારોહમાં પાંચ લાખનું ડોમ અને ૭ લાખનો જમણવાર મુખ્ય ચર્ચાનો વિષય બન્યો છે. પેથાણી અને રૂપાણીના કાર્યકાર શરૂ થાય તે પહેલા જ જબરો વિવાદ થયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાને રાજયમાં નેક તા૨. સૌ પ્રથમ એ' ગ્રેડ પ્રાપ્ત કરનાર યુનિવર્સિટી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧૬ માં પાસ ગાજર તરી છે . છે. નીતિનભંધ પેથાણી અન ૧૬ માં પ્રો વાઈરા ચાન્સેલર તરીકે ડો. વિજયભાઈ દેસાણીનો પદગ્રહણ સમારોહ સવારે ૧૧ કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે મુખ્ય રંગમંચ, ગુજરાતી ભવન પાસે યોજાયેલ હતો. સમારંભમાં ઉપસ્થિત સર્વે સંતો-મહંતો, વિવિધ ક્ષેત્રનું મામૈવાનો, પૂર્વ કુલપતિશ્રીઓ ઉપકુલપતિશ્રીઓનું સુતરની આંટી તથા શાલથી સ્વાગત કરવામા આવેલ. નવનિયુકત કુલપતિથી તથા ઉપકુલપતિશ્રીને ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વિડીયો સંદેશાના માધ્યમથી શુભકામનાઓ, શુભેચ્છાઓ પાઠવેલ હતી.

કાર્યમના પ્રારંભે સ્વાગત પ્રવચન કરતા કાર્યકારી કુલપતિ નિલામ્બરીબેન દવેએ જણાવ્યું હતું કે  ગુજરાત સરકાર દ્વારા આશરે ૮ માસ સુધી મા યુનિવર્સિટીના કુલપતિ તરીકે કાર્ય કરવાની મને જે તક આપી છે માટે હું રાજય સરકા૨શ્રીનો આભાર માનું છું આ યુનિવર્સિટીના વિકાસ માટે કાર્ય કરવા માટે મેં પ્રયત્ન કરેલ છે અને યુનિવર્સિટીને નવી દિશાઓ પ્રાપ્ત થાય તે માટે આવના૨ સમયમાં સહિયારા કરીશું તેમ જણાવેલ હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિશ્રી ડો. કમલેશભાઈ જોશીપુરાએ આજના સમારંભમાં સંબોધતા જણાવ્યું હતું કે વસંતપંચમીની પૂર્વ સંધ્યાએ યુનિવર્સિટીના નવનિયુકત કુલપતિ તરીકે ડો.પેશાણી અને ઉપકુલપતિ તરીકે ડો. દેશાણીએ આજે ૫દગ્રહણ કરેલ છે અભૂતપૂર્વ ઘટના છે અને વસંત પંચમી એ માતા સરસ્વતીનો દિવસ છે ત્યારે માં શારદાના આશિર્વાદ સદાયે આ યુનિવર્સિટીની સાથે રહ્યાા છે અને ઈવર્સિટીના વિકાસમાં આ બન્ને કુલપતિશ્રી અને ઉપકુલપતિ શ્રી ચોક્કસપણે કાર્ય કરશે તેવી મને આશા છે.

આ પ્રસંગે મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન શ્રી કે, ધનસુખભાઈ ભંડેરી એ જણાવ્યું હતું કે , યુનિવર્સિટીનું જ વિધાર્થી છે અને આ સિન્ડીકેટ સભ્ય તરીકે પણ મેં કાર્ય કરે છે. આ યુનિવર્સિટી ઉત્ત્।રોતર પ્રગતી કરતી રહી છે અને આવનાર સમયમાં યુનિવર્સિટી સફળતાના શીખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પાઠવું છું.

આ પ્રસંગે રામેશ્વરબાપુ હરીયાણીએ જણાવ્યું હતું કે દરેક પ્રર્યમાં ધર્મ એ જરૂરી છે. આજના આ સમારંભમાં અમે બધાજ સંતો કુલપતિ શ્રી તથા ઉપકુલપતિશ્રીને આશિર્વાદ આપવા પધારેલ છે અને યુનિવસિર્ટી એ સતત શિક્ષણના ક્ષેત્રમાં અગ્રેસર રહે તેવા મારા આર્શીવાદ છે. મહામંડલેશ્વર શ્રી લલીતકિશોર શરણજી બાપુએ જણાવ્યુ હતું કે ભારતીય સંસ્કૃતિના જતન માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે અને શિક્ષણની સાથે સંસ્કારોનું પણ મહત્વ રહેલુ છે. જીવનમાં આહાર, વિહાર શુદ્ધ હોવા જોઈએ અને આ નવા પદાધિકારીઓ આ વિભાવનાને સાર્થક કરશે તેવા મારા આર્શીવાદ છે. રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ શ્રી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીનું નામ સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ થાય તેવા મારા આર્શીવાદ છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પીરીચ્યુઅલ ઈન્ટેલીજન્સનો શિક્ષણની સાથે અમલ કરે તેવી મારી લાગણી અને માંગણી છે.

આર્ષ વિદ્યા મંદિરના પૂ.પરમાત્માનંદજીએ જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષાએ વિશ્વ ભાષા છે અને સંસ્કૃત ભાષામાં દરેક શબ્દો અર્થસભર હોય છે. જીવનમાં બિંદુ સંતતી અને નાદ સંતતીનું મહત્વ રહેલુ છે. સમાજને સ્માર્ટ સીટીઝન આપવાનું કાર્ય વિશ્વ વિદ્યાલયોનું છે અને આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં જીવન મૂલ્યો, જીવન આદર્શ પ્રાપ્ત થાય અને સમાજના ઉત્કૃષ્ટ નાગરીક બને તેવા મારા આર્શીવાદ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવનિયુકત ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીએ સૌ પ્રથમ પોતાના માતા પિતા અને ગુરુજનોને વંદન કર્યા હતા અને તેઓના આશિર્વાદ લીધા હતા. તેમણે આજના આ પ્રસંગે પૂર્વ કુલપતિશ્રીઓ અને પૂર્વ ઉપકુલપતિશ્રીઓએ કંડારેલી કેડીએ ચાલી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને શિક્ષણ ક્ષેત્રે નવી ઉંચાઈએ લઈ જવા પ્રતિબધ્ધતા દાખવી હતી. તેમણે જણાવ્યું હતું કે જે ધર્મની રક્ષા કરે છે ધર્મ તેની રક્ષા કરે છે. તેથી આજના સમારંભમાં ઉપસ્થિત સર્વે ધર્મગુરુઓના આશિર્વાદ લઈ આ શુભકાર્યની શરૂઆત કરું છું અને મારા કાર્યમાં વિદ્યાર્થી કેન્દ્રસ્થાને જ રહેશે તેમ તેમણે જણાવેલ હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવનિયુકત કુલપતિશ્રી ડો. નીતીનભાઈ પેથાણીએ આજના સમારોહમાં પોતાની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે આજના આ સમારોહમાં મને શુભકામનાઓ પાઠવવા પધારેલ સર્વેનો હું આભાર પ્રગટ કરું છું અને આ યુનિવર્સિટીના એ ક વિધાર્થી થી કુલપતિ તરીકેની જવાબદારી જયારે રાજય સરકારશ્રીએ સોંપી છે ત્યારે વિદ્યાર્થીઓ સાથે કાયમ માટે હું સંવાદ કરતો રહીશ અને વિદ્યાર્થીઓની લાગણી અને માંગણીને પૂર્ણ કરવા માટે હંમેશા કટિબદ્ઘ રહીશ તેવી ખાત્રી આપું છું. તેમણે જણાવ્યું હતું કે હું હંમેશા વિદ્યાર્થી છું અને વિદ્યાર્થી રહીશ અને એક નાના ગામડામાંથી આવવાને કારણે હું વિદ્યાર્થીઓ અને શિયાણાની સમસ્યાઓથી વાકેફ છું અને યુનિવર્સિટીને આગામી નકમાં એ-પ્લસ થી વધુ ગ્રેડ પ્રાપ્ત થાય તેવો સૌને સાથે લઈને પ્રયત્ન કરીશું.

કાર્યક્રમનું સંચાલન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવા સિન્ડિકેટ સભ્યશ્રી, ડો. નેહલ ભાઈ શુકલએ કરેલ હતું અને આભારવિધિ કાર્યકારી કુલસચિવ ડો. રમેશભાઈ પરમારે કરેલ હતી.

સમારોહમાં આર્ષ વિદ્યામંદીર, મુંજકાના અધ્યક્ષ પ.પૂ. પરમાત્માનંદ સરસ્વતીજી, નીમ્બાર્ક પીઠ, લીંબડીના પૂ. મહામંડલેશ્વર શ્રી લલીતકિશોર શરણજી બાપુ, ભગવદગુરુ આશ્રમ, જૂનાગઢના પૂ. મહામંડલેશ્વરશ્રી, જગજીવનદાસ બાપુ, રામકૃષણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષશ્રી પૂ. નીખીલે ધ્વરાનંદજી, ભાગવત વિદ્યાપીઠ, સોલાના પૂ. રામેશ્વરદાસ બાપુ હરીયાણી, ભાગવત કથાકારશ્રી આચાર્યશ્રી જલ્પેશભાઈ મહેતા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્યના પશ્યિમ ક્ષેત્રના સંધચાલકજી ડો. જયંતીભાઈ ભાડેશીયા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્યના પ્રાંત સહસવા પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ દવે, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ડો. ધનસુખભાઈ ભંડેરી,  ભાજપાના પ્રમુખ કમલેશભાઈ મીરાણી અને ડેપ્યુટી મેયરશ્રી અશ્વિનભાઈ મોલીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર  ડો. કમલેશભાઈ જોશીપુરા, ડો. મહેન્દ્રભાઈ પાડલિયા, ડો. પ્રતાપસિંહ ચૌહાણ, પૂર્વ પ્રો વાઈસ ચાન્સેલર શ્રી ડો. કલ્પ કમાઈ ત્રિવેદી તેમજ સાગર યુનિવર્સિટી મધ્યપ્રદેશના ચાન્સેલર શ્રી ડો. બળવંતભાઈ જાની તથા નોર્થ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર  પ્રો. હેમીક્ષાબેન રાવ, શિયાણવિદો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યશ્રીઓ, સેનેટ સભ્યશ્રીઓ, ડીશ્રીઓ, ભવનોના અધ્યક્ષશ્રીઓ, કોલેજોના આચાર્યશ્રીઓ, શાણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ તથા વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતા.(૩૭.૧૭)

 

(3:16 pm IST)