Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

આનંદ અને સોઢા ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ દ્વારા લેમ્પ લાઇટીંગ અને ઓથ સેરેમની

રાજકોટ : સ્વનિર્ભર નર્સિંગ ઇન્સ્ટીટયુટ આનંદ તેમજ સોઢા ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ દ્વારા તાજેતરમાં લેમ્પ લાઇટીંગ અને ઓથ સેરેમનીનું આયોજન કરાયુ હતુ. મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, સૌ.યુનિ.ના વાઇસ ચાન્સેલર ડો. નિલામ્બરીબેન દવે, મેડીકલ સુપ્રિ. પી.ડી.યુ. હોસ્પિટલ ડો. મનીષ મહેતા, જી.એન.સી. રજીસ્ટ્રાર ડો. પ્રજ્ઞા ડાભી, સા.યુનિ. મેડીકલ ફેકલ્ટી ડીન ડો. વિજય પોપટ, ગીરીરાજ હોસ્પિટલના મેડીકલ ડાયરેકટર ડો. મયંક ઠકકર, જીએનસી. અમદાવાદના વાઇસ પ્રેસીડેન્ટ આઇ. એ. કડીવાલ, સ્ટેટ શિક્ષણવિદ્દ મેહુલભાઇ રૂપાણી, બીજેપી યુથ જનરલ સેક્રેટરી ડો. નેહલ શુકલ, આર.એમ.સી. બીલ્ડીંગ કન્સ્ટ્રકશન કમિશ્નર મનીષભાઇ રાદડીયા ઉપસ્થિત રહેલ. બી.એસ.સી. (નર્સિંગ), જી.એન.એમ., એ.એન.એમ.ના ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ થયેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટી કિશોરસિંહ સોઢા, શ્રીમતી સરોજબા સોઢા, જીજ્ઞેશભાઇ ત્રિવેદી, પ્રિન્સીપાલ જસ્ટીન તેમજ સેમ પ્રસાદ સરની ટીમે જહેમત ઉઠાવી હતી. (૧૬.૪)

 

(3:16 pm IST)