Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

કલેકટરનો સપાટોઃ ૩૯૧ કરોડની બાકી વસુલવા - મિલ્કતો જપ્ત કરવા મામલતદારોને આદેશ

રાજકોટ- શાપર- વેરાવળ- મુંબઇ- કલકતાની ર૧ પાર્ટીની બેંકોની અધધધ રકમ બાકીથી ખળભળાટઃ ગત મોડી સાંજે કરેલા ઓર્ડરોઃ કલકતાની ગણેશ જવેલરીનું ર૭ર કરોડનું એકસીસ બેંકનું લેણું: ધડાધડ જપ્તી માટે સુચનાઃ ર૧ જેટલી માતબર પાર્ટીઓઃ બીઓઆઇ-બીઓબી-ડીસીબી-એસબીઆઇ-રાજકોટ નગારીક-દેનાબેંક-સેન્ટ્રલ બેંક-એકસીસ બેંક અને અન્ય ફાયનાન્સ કંપનીઓના હાલ નાણા ડૂબ્યા...

રાજકોટ તા.૭: ધી સિકયુરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રકશન ઓફ ફાઇનાન્સીયલ એસેટસ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિકયુરિટી ઇન્ટ્રસ્ટ એકટ-૨૦૦૨ની કલમ ૧૪ હેઠળ બાકીદારોએ બેંકમાંથી લોન લીધેલી હોય અને બેંકને તે લોન પરત કરવામાં નિષ્ફળ જાય ત્યારે બાકીદારની સિકર્યોડ એસેટસનો કબ્જો સિકયોર્ડ કેડીટર એટલે કે બેંકને અપાવવાનો રહે છે.

આ બાબતમાં જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ હાલમાં બેંકોની ૨૧ જેટલી દરખાસ્તોમાં બાકીદારની મિલકતોનો કબ્જો બેંકને અપાવવા સંબંધિત મામલતદારશ્રીઓને અધિકૃત કરતા હુકમો કરેલ છે. જેમાં ૩૯૧ કરોડ ૨૨ લાખ ૭૩ હજાર રૂપિયાની વસૂલાત કરવા માટે લોન ભરપાઇ ન કરતી પેઢીઓની સ્થાવર અને જંગમ મિલકતો કે જે બેંકમાં તારણમાં મુકવામાં આવેલ હોય તેવી મિલકતોનો કબ્જો બેંકોને અપાવવા મામલતદારોને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ડો.વિક્રાંત પાંડેએ આદેશો કર્યા હતા.

અત્રે બાકીદારોની આ વિગતો જાહેર કરાઇ છે.

કલેકટર દ્વારા ગત મોડી સાંજે કરાયેલા આ આદેશથી સન્નાટો પ્રસરી ગયો છે.

દરેક મામલતદારને ધડાધડ કાર્યવાહી કરવા પણ સુચના આપી દેવાઇ છે.

ઉપયુકત વિગતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ડો.વિક્રાંત પાંડેએ કુલ ૨૧ પેઢી ઓના બાકી લેણા રૂપિયા ૩૯૧ કરોડ ૨૨ લાખ ૭૩ હજારની વસૂલાત કરવા સ્થાવર તથા જંગમ મિલકતોનો કબ્જો બેંકોને અપાવવા જિલ્લાના મામલતદારોને આદેશો કર્યા છે.

(11:50 am IST)