Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

પુસ્તક પરિચય : ધન્વી-માહી

નીરજકુમારના પ્રખ્યાત અંગ્રેજી પુસ્તક ડાયલ ડી ફોર ડોનની ગુજરાતી આવૃતિનું અમદાવાદમાં વિમોચન

સીબીઆઈના પૂર્વ જોઈન્ટ ડાયરેકટર અને દિલ્હીના પૂર્વ પોલીસ કમિશ્નર

આખી દુનિયામાં મોસ્ટ વોન્ટેડ એવો દાઉદ ઈબ્રાહીમ ભારતના કયા પોલીસ ઓફિસરથી ડરતો હતો? શું તમને ખબર છે કે એક સમયનો ગુજરાતનો સામાન્ય બૂટલેગર અને આગળ જતા ડોન બનીને મુંબઈના સીરીયલ બોમ્બ બ્લાસ્ટ માટેના વિસ્ફોટકોની હેરાફેરી કરનાર અબ્દુલ લતીફ દિલ્લીથી કેવી રીતે પકડાયો અને તેને પકડવા માટે પોલીસે કયા પ્રકારની તૈયારીઓ કરી હતી અને કેવી જાળ બીજાવી હતી? પંજાબના મુખ્યમંત્રી સરદાર બીન્તસિંહને તેમના જ સચિવાલયમાં બોમ્બથી ઉડાવી દઈને ફરાર થઇ ગયેલા આરોપીઓને પકડવા માટે પોલીસે આકાશપાતાળ એક કરીને કેવી રીતે મુખ્ય હત્યારા જગતારસિંહ તારાનું પગેરું શોધ્યું અને તેને ભરબજારે ચુપચાપ ઝડપી લીધો હતો? શું તમને ખબર છે કે ભારતીય રાજકારણમાં અંધારીઆલમના એજન્ટ તરીકે કામ કરતા ખાદીધારી રોમેશ શર્માને એક થપ્પડ મારીને ખાખીની તાકાતનો પરચો બતાવનાર પોલીસ ઓફિસરે તેને પકડવા માટે કેટલા પડકારોનો સામનો કર્યો હતો? એક ભ્રષ્ટ રાજકારણીને ખુલ્લા પાડવામાં તે ઓફિસરને પણ વિરોધીઓની સાજીશનો ભોગ બનવું પડ્યું હતું. આ સિવાય તમારે આઈપીએલમાં મોટા પાયે ચાલતા મેચ ફિકિસંગને કેવી રીતે પકડવામાં આવ્યું અને ફિકિસંગમાં સંડોવાયેલા ક્રિકેટરોને કેવી ચાલાકીથી સાબિતી સાથે પકડવામાં આવ્યા તેની પડદા પાછળની કહાની જાણવી છે? જો આ બધા પ્રશ્નોનો જવાબ હા હોય તો તમારે ડાયલ ડી ફોર ડોનની ગુજરાતી આવૃત્ત્િ। કે જેનું તારીખ તાજેતરમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના જે.બી. ઓડીટોરીયમ ખાતે વિમોચન થયું, તે વાંચવી જ રહી.

આ પુસ્તક સીબીઆઈના પૂર્વ જોઈન્ટ ડાયરેકટર અને દિલ્લીના પૂર્વ પોલીસ કમિશ્નર શ્રી નિરજકુમાર દ્વારા લખાયેલું છે. શ્રી નિરજકુમાર ભારતના એવા ચુનંદા ઓફિસરમાંના એક છે કે જેમણે ભારતની તમામ ઈન્વેસ્ટીગેટીવ એજન્સીઓ સહિત વિશ્વની શ્રેષ્ઠ કહી શકાય એવી એફબીઆઇ, ઇન્ટરપોલ અને સ્કોટલઙ્ખન્ડ યાર્ડ જેવી ઈન્વેસ્ટીગેટીવ એજન્સીઓ સાથે પણ કામ કર્યું છે. ૨૦૧૩જ્રાક્નત્ન દિલ્લીના પોલીસ કમિશ્નર પદેથી નિવૃત્ત્। થતા પહેલા તેમણે નવ વર્ષ સુધી સીબીઆઈમાં પહેલા ડીઆઈજી (ડેપ્યુટી ઈન્સ્પેકટર જનરલ) તરીકે અને ત્યારબાદ જોઈન્ટ ડાયરેકટર તરીકે પણ ફરજ બજાવી છે. તેમણે ભારતમાં થતા ગુનાઓની ચરમસીમા ગણાય એવા કેટલાય કેસ ઉકેલવામાં સીબીઆઈ તરફથી મહત્વનો ભાગ ભજવ્યો છે અને સફળતાપૂર્વક પાર પાડ્યા છે. ડાયલ ડી ફોર ડોન પુસ્તકમાં શ્રી નીરજકુમારે તેમના સીબીઆઈના કાર્યકાળ દરમિયાનના સૌથી મહત્વપૂર્ણ ગણાય એવા અગિયાર કેસ પસંદ કરીને સીબીઆઈએ તેમાં કેવી રીતે તપાસ કરી હતી અને કેવી રીતે મુખ્ય અપરાધીઓ સુધી પહોંચી હતી તેનું દિલધડક વર્ણન કર્યું છે. ડાયલ ડી ફોર ડોન પુસ્તક અંગ્રજીમાં પ્રકાશિત થયું ત્યારે ખૂબ જ ચર્ચાસ્પદ બન્યું હતું અને બેસ્ટ સેલર સાબિત થયું હતું. ડાયલ ડી ફોર ડોનમાં ભારતના કેટલાય હાઈ પ્રોફાઈલ કેસની અજાણી વિગતો ખૂબ જ રોમાંચક અને રસપ્રદ રીતે અપાયેલી છે.

અમદાવાદમાં ડાયલ ડી ફોર ડોનની ગુજરાતી આવૃત્ત્િ।ના વિમોચન પ્રસંગે ગુજરાતના ચીફ સેક્રેટરી શ્રી જે.એન.સિંગ, ગુજરાતના ડીજીપી શ્રી પ્રમોદકુમાર, અમદાવાદના પોલીસ કમિશ્નર શ્રી એ.કે.સિંગ અને શ્રી નિરજકુમાર પોતે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી નિરજકુમારે તેઓ લતીફને દિલ્લીથી પકડીને અમદાવાદ લઇ આવ્યા તે વખતની યાદો વાગોળી હતી અને તે વખતના અમદાવાદ અને મુંબઈમાં ફેલાયેલા ગેંગવોર અને અંધારીઆલમની ભયાનકતાનો ચિતાર આપ્યો હતો.

ત્યારબાદ શ્રી જે.એન સિંગે રાજસ્થાનમાં વિદેશી મુસાફરો સાથે છેતરપીંડી કરીને અપહરણ, બળાત્કાર કે લૂંટફાટ જેવા અપરાધો કરનાર લપકા ગેંગનો ખાસ ઉલ્લેખ કરીને તેને પકડવા માટે નિરજકુમાર અને તેમની ટીમે કરેલી કાબિલેદાદ કામગીરીનું વર્ણન કર્યું હતું. જયારે શ્રી પ્રમોદકુમારે ભારતીય તપાસનીશ એજન્સીઓ અને પોલીસ ગમે તેવા મુશ્કેલ મિશનને પણ સફળતાપૂર્વક પાર પાડવા માટે સક્ષમ છે તેનો શ્રેય શ્રી નિરજકુમાર જેવા બાહોશ અધિકારીઓને આપ્યો હતો.   

ડાયલ ડી ફોર ડોનની ગુજરાતી આવૃત્ત્િ। બાબતે આપણે ગર્વ લેવા જેવી બાબત એ છે કે આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ કરવાનું કામ રાજકોટના જ શ્રી ભાર્ગવ ત્રિવેદી (મો. ૯૬૮૭૬૨૭૨૩૮)એ કર્યું છે અને તેને પ્રકાશિત કરવાનું ગૌરવ રાજકોટના જ જાણીતા પ્રકાશક કે બુકસ (૯૮૨૪૨૧૯૦૭૪)એ કરેલ છે.

આ પુસ્તકમાં અપાયેલી માહિતી આજ સુધી બીજા એકેય માધ્યમમાં જાહેર થઇ નથી. આ પુસ્તક દ્વારા આપણને ખ્યાલ આવે છે કે આપણી તપાસનીશ એજન્સીઓ વિદેશી એજન્સીઓ કરતા કોઈ પણ બાબતે ઊણી ઉતરે એમ નથી.

પુસ્તક   :   ડાયલ ડી ફોર ડોન

લેખક    :   સીબીઆઈના પૂર્વ જોઈન્ટ ડાયરેકટર નીરજ કુમાર

અનુવાદ :   ભાર્ગવ ત્રિવેદી (રાજકોટ)

કિંમત   :   રૂ.૨૭૫

ઉપલબ્ધ :   રાજેશ બુક સ્ટોલ લોધાવાડ ચોક તથા યાજ્ઞિક રોડ, પી.પી. ફુલવાળા પાસે, રાજકોટ.

પેઈજ   :        ૨૫૬

(11:24 am IST)