Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

રાજકોટ શહેર-જીલ્લાનો ‘કોરોના’ સંદર્ભે CM સમક્ષ એકશન પ્લાન

કલેકટર અરૂણ મહેશબાબૂ દ્વારા તમામ રીપોર્ટ અપાયોઃ કોરોના, ફલુ, ઉંધરસની દવાનો પૂરતો સ્ટોક સરકારી-પ્રાઈવેટમાં ઉંપલબ્ધઃ ૧૧ હજાર બેડ તૈયારઃ હવેથી રોજના ૭ હજારના ટેસ્ટીંગઃ ૧૦૪, ૧૦૮ સરકારી, ખાનગી સહિત શહેર-જીલ્લામાં ૬૦૦ એમ્બ્યુલન્સ પણ અવેલેબલઃ માસ્કનું ચેકીંગ, કર્ફયુ, શહેર-જીલ્લામાં કયાં વધુ થતા ટોળા વિગેરે બાબતો આવરી લેવાઈઃ રાજકોટ શહેર-જીલ્લામાં ૧૬ મેટ્રીક ટન ઓકસીજનનો સ્ટોક છે..: આજથી ૧૬ એમ્બ્યુલન્સ વધારાઈઃ ઓમિક્રોનની દવા અંગે કેન્દ્ર-રાજ્ય સરકાર આપશે તે મુજબ જથ્થો મંગાવાશેઃ મેડીકલ સ્ટોર્સનો ડેટા-સ્કૂલોની સ્થિતિ પણ જણાવાઈ..: મેજર ૪ જીલ્લાની સીએમ સાથે બપોરે ૧૨ાાથી ખાસ વીસી શરૂઃ ડો. રાહુલ ગુપ્તા પણ રાજકોટમાં: ડીડીઓ, મ્યુ. કમિ‘ર, સીપી પણ હાજરઃ કલેકટર દ્વારા તમામ તૈયારીઓ અંગે કહેવાયું

રાજકોટ, તા. ૭:. રાજ્યભરમાં કોરોનાના કેસો વધ્યા છે, તેમા પણ રાજ્યના કુલ ૩૩માંથી ૪ મેજર જીલ્લામાં કોરોનાના કેસો માત્ર ૮ દિ’માં ૪ ગણાથી વધુ વધી જતા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે બપોરે ૧૨ાા વાગ્યાથી આ ચારેય જિલ્લાના કલેકટરો તથા અન્ય ઉંચ્ચ અધિકારીઓ સાથે ખાસ વીસી શરૂ થઈ છે. રાજકોટ કલેકટર ઉંપરાંત રાજકોટ માટે ખાસ મુકાયેલા નવા પ્રભારી સચિવ ડો. રાહુલ ગુપ્તા, ડીડીઓ, મ્યુ. કમિ‘ર, પોલીસ કમિ‘ર, એડી. કલેકટર વિગેરે ખાસ હાજર રહ્યા છે.
રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશબાબૂએ આજે ‘અકિલા’ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે અમે મુખ્યમંત્રી સમક્ષ રાજકોટ શહેર-જીલ્લાની કોરોના સંદર્ભે વર્તમાન સ્થિતિ અને તે માટે લેવાયેલ ધડાધડ પગલા અંગે ખાસ એકશન પ્લાન રજૂ કર્યો છે. જેમાં મુખ્યમંત્રી સમક્ષ કોરોના, ઉંધરસ, ફલુની દવાનોે સરકારી, ખાનગી હોસ્પીટલમાં દવા, મેડીકલ સ્ટાફ, ડોકટર્સ, નર્સ, ઈન્જેકશન પૂરતો સ્ટોક ઉંપલબ્ધ છે. હાલ કોઈ પ્રોબ્લેમ નથી. તેમજ ઓમિક્રોનની દવા કેન્દ્ર-રાજ્ય સરકાર આપશે તે પ્રમાણે જથ્થો ઉંપલબ્ધ કરાવાશે.
કલેકટરે ઉંમેર્યુ હતુ કે, મુખ્યમંત્રી સમક્ષ ટેસ્ટીંગ વધારવા અંગે અમે જણાવ્યુ છે. પહેલા રોજના ૩ હજાર ટેસ્ટીંગ થતા પરંતુ હવે ડબલ કે તેથી વધુ રોજના ૭ હજાર લોકોના ટેસ્ટીંગ થશે. તેમજ હોમઆઈસોલેશન, કોરોના જે વ્યકિતને તેનુ ફાસ્ટ કોન્ટેકટ ટ્રેસીંગ, ઝડપી વેકસીનેશન, કન્ટેન્મેન્ટ ઝોન અંગે પણ આંકડાકીય માહિતી સાથે રીપોર્ટ અપાયો છે.
કલેકટરે જણાવેલ કે આજ સુધીમાં જીલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષની વયના ૭૦ ટકા બાળકોને વેકસીન અપાઈ ગઈ છે. ૩૦ ટકા બાકી છે, તેમજ સરકારી અને પ્રાઈવેટ મળી ગયા વર્ષે ૬ હજાર બેડ તૈયાર હતા, હાલ ૧૧ હજાર બેડ તૈયાર હોવાનો, શહેરની ૮૪ ખાનગી હોસ્પીટલમાં કોરોના બેડ, આઈસીયુ, ઓકસીજન બેડ, બાળકો માટેના બેડ અંગે પણ મુખ્યમંત્રીને વિગતો અપાઈ છે.
કલેકટરે જણાવ્યુ હતુ કે આ એકશન પ્લાનમાં આપણી પાસે ૧૦૮, ૧૦૪ સરકારી, પ્રાઈવેટ સહિત કુલ ૫૭૪ એમ્બ્યુલન્સ ઉંપલબ્ધ છે. તેમા આજથી ૧૬ એમ્બ્યુલન્સ ઉંમેરાઈ રહી છે. કુલ ૬૦૦ એમ્બ્યુલન્સ ઉંપલબ્ધ હોવાનું પણ કહેવાયુ છે. આ ઉંપરાંત માસ્ક અંગે શહેર-જીલ્લામાં કડક ચેકીંગ, રાત્રી કર્ફયુ, શહેર-જીલ્લામાં કયા દિવસે-રાત્રે વધુ એકઠા થતા ટોળા, ફેકટરીઓ, કારખાનાઓ, અન્ય ધંધાર્થીઓ વિગેરે બાબતો પણ આવરી લેવાઈ છે.
ઓકસીજન અંગે કલેકટરે જણાવ્યુ હતું કે આપણી પાસે સીવીલ હોસ્પીટલ સહિત જીલ્લાભરમાં થઈને કુલ ૧૬ મેટ્રીક ટન ઓકસીજન પુરવઠો ઉંપલબ્ધ છે અને જરૂર પડયે તેની વધુ વ્યવસ્થા કરાશે. મેડીકલ સ્ટોર્સમાં બારોબાર દવા લેવા આવતા દર્દીઓનો ખાસ ડેટા, સ્કૂલો કેટલી ચાલુ છે, હાલ કેટલી કોરોનાને કારણે બંધ કરવી પડી તે પણ વીસીમાં કહેવાયુ છે.
અત્રે એ નોંધનીય છે કે સરકાર હાલ કોરોનાની દવા, ઈન્જેકશન, ઓમિક્રોન દવા વિગેરે ખૂલ્લા બજારમાંથી ધીમે ધીમે કવર કરી રહી છે. આજે વીસી બાદ મુખ્યમંત્રીની વડપણમાં ખાસ કેબીનેટ મળશે અને તેમા રાજ્યભરમાં કડક નિયંત્રણો લાદતી ગાઈડલાઈનની જાહેરાત થઈ શકે છે. આજની ૪ જીલ્લાના કલેકટરો સાથેની વીસી અત્યંત મહત્વની મનાઈ રહી છે.

 

(3:06 pm IST)