Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

વોર્ડ નં. ૧૬માં લુહારવાડી મેઇન રોડ તથા મહેશ્વરી સોસાયટીમાં રબ્‍બર પેવીંગ બ્‍લોક કામનો પ્રારંભ : ખાતમુહૂર્ત

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં.૧૬માં મહેશ્વરી સોસાયટી તેમજ લુહારવાડી મેઈન રોડ બંને બાજુ પાણીના નિકાલ અંગેની સમસ્‍યાનો અંત લાવવા વિસ્‍તારવાસીઓની  રજૂઆત હતી. તેથી આ રોડની બંને બાજુ અંદાજે રૂ.૧૦ લાખના ખર્ચે પેવિંગ બ્‍લોક નાખવાની કામગીરી કરાવવામાં આવેલ છે. આ કામ નું ખાતમુહૂર્ત આ વોર્ડના ભાજપના પ્રભારી અને મહાનગરપાલિકાના પૂર્વ ડે.મેયર અશ્વિનભાઈ મૌલીયાના હસ્‍તે કરવામાં આવેલ. આ પ્રસંગે વોર્ડ નં.૧૬ના કોર્પોરેટર તથા કાયદો અને નિયમન સમિતી ચેરમેન કંચનબેન સિધ્‍ધપુરા, ટાઉન પ્‍લાનીંગ સમિતી ચેરમેન નરેન્‍દ્રભાઈ ડવ, કોર્પોરેટર સુરેશભાઈ વસોયા, રૂચીતાબેન જોષી, વોર્ડ પ્રમુખ ભાર્ગવભાઇ મિયાત્રા, મહામંત્રી જીતુભાઈ સિસોસીયા, જતીનભાઇ પટેલ, વોર્ડ નં.૧૬ મહિલા મોરચા તમામ બહેનો અને સંગઠનની ટીમ તથા લતાવાસીઓ વિકાસનાકાર્યમાં જોડાઈને ખુશીની લાગણી વ્‍યકત કરી હતી.

(1:42 pm IST)