Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

કોરોનાના કેસો વધતા રાજકોટમાં નવા પ્રભારી સચિવ તરીકે ફરી ડો. રાહુલ ગુપ્તા મુકાયા

તમામ ૩૩ જિલ્લામાં IAS અધિકારીઓની નિમણુંક : ધડાધડ નિર્ણયો લેશે

રાજકોટ તા. ૭ : કોરોનાના કેસો વધતા રાજ્ય સરકારે વધુ એક નિર્ણય રાજકોટમાં નવા પ્રભારી સચિવ તરીકે ફરી ડો. રાહુલ ગુપ્તાની નિમણુંક કરી છે, ડો. ગુપ્તા સંભવતઃ આજે આવી કલેકટર - ડીડીઓ પાસેથી તમામ વિગતો મેળવશે.

રાજ્ય સરકારે ગઇકાલે રાત્રે રાજકોટ સહિત રાજ્યના ૩૩ જિલ્લાઓમાં આઇએએસ અધિકારીઓની નિમણુંક કરી છે. આ તમામ અધિકારીને કોરોનાની કામગીરીનું સુપરવિઝન કરવા આદેશ અપાયો છે. અમદાવાદમાં મહેશકુમાર, વડોદરામાં વિનોદ રાવ, સુરતમાં થેન્નારસન યથાવત રખાયા છે, ભાવનગરમાં શ્રીમતિ સોનલ મીશ્રા તો બોટાદમાં શ્રી સંજીવકુમાર કામગીરી સંભાળશે.(૨૧.૧૭)કોરોનાના કેસો વધતા રાજકોટમાં નવા પ્રભારી

સચિવ તરીકે ફરી ડો. રાહુલ ગુપ્તા મુકાયા

તમામ ૩૩ જિલ્લામાં IAS અધિકારીઓની નિમણુંક : ધડાધડ નિર્ણયો લેશે

રાજકોટ તા. ૭ : કોરોનાના કેસો વધતા રાજ્ય સરકારે વધુ એક નિર્ણય રાજકોટમાં નવા પ્રભારી સચિવ તરીકે ફરી ડો. રાહુલ ગુપ્તાની નિમણુંક કરી છે, ડો. ગુપ્તા સંભવતઃ આજે આવી કલેકટર - ડીડીઓ પાસેથી તમામ વિગતો મેળવશે.

રાજ્ય સરકારે ગઇકાલે રાત્રે રાજકોટ સહિત રાજ્યના ૩૩ જિલ્લાઓમાં આઇએએસ અધિકારીઓની નિમણુંક કરી છે. આ તમામ અધિકારીને કોરોનાની કામગીરીનું સુપરવિઝન કરવા આદેશ અપાયો છે. અમદાવાદમાં મહેશકુમાર, વડોદરામાં વિનોદ રાવ, સુરતમાં થેન્નારસન યથાવત રખાયા છે, ભાવનગરમાં શ્રીમતિ સોનલ મીશ્રા તો બોટાદમાં શ્રી સંજીવકુમાર કામગીરી સંભાળશે.

(11:04 am IST)