Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ચેક રીટર્નના ત્રણ કેસમાં આરોપીને એક-એક વર્ષની કેદની સજાનો કોર્ટનો હુકમ

મિત્રતાના સબંધમાં હાથ ઉછીના આપેલ કેસનો મહત્વનો ચુકાદો

રાજકોટ, તા. ૬ :  ચેક રીટર્નનના કેસમાં આરોપીને ત્રણેય કેસમાં એક-એક વર્ષની કેદની સજા કોર્ટે ફરમાવી છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે આ કામના ફરીયાદી રાજકોટના વિમલભાઇ ભીખુભાઇ ચાંવએ આરોપી રાજકોટના જ તેમના મિત્ર મહેન્દ્રકુમાર રામજીભાઇ ભાડેસીયાને મિત્રતાના સબંધના દાવે હાથ ઉછીની રકમ રૂપિયા ચાર લાખ અગાઉ આપેલ હતા, જેમાં એક રીટર્નનો કેસ થયેલ અને સદરહુ કેસમાં આરોપી ફરીયાદી વચ્ચે ચાલતા કેસમાં સમાધાન થતા ૬૦-૬૦ હજારના બે અને ૬પ હજારનો એક એમ કુલ ત્રણ ચેક સમાધાન પેટે આરોપીએ ફરીયાદોને આપેલ અને સમાધાન પેટે આપેલા ચેક પણ રીર્ટન થતા આરોપી સામે તે ચેક મુજબની ત્રણ અલગ-અલગ ફરીયાદ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ રાજકોટના ચીફ જયુડી. મેજી. (અધિક) સમક્ષ દાખલ કરેલ, ત્યારબાદ સદરહું ત્રણેય કેસો ચાલી જતા ફરીયાદની ઉલટ તપાસ ત્યારબાદ ફરીયાદી વતી ફરીયાદીના વિધ્વાન વકીલએ દલીલ રજુ કરેલ અને નામ. સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટના ચુકાદાઓ ટાંકેલ, આમ સમગ્ર હકિકત તેમજ ફરીયાદીના પુરાવા, વિધ્વાન વકીલની દલીલોને ધ્યાને લઇ રાજકોટના મહે. એડી. ચીફ જયુ ડી. મેજી.  લાલવાણીએ આરોપીને ત્રણેય કેસમાં એક-એક વર્ષની કેદ તથા એક મુજબની રકમ એક માસમાં ચુકવવાની અને ન ચુકવે તો વધુ છ માસની કેદની સજાનો હુકમ ફરમાવેલ છે. આ કામના ફરીયાદી તરફે વિધ્વાન વકીલ સંજય જે. જોષી (સંજુબાબા), ત્રિશાલા જોષી, સત્યમ મહેતા, રૂષી જોષી રોકાયેલ છે.

(3:14 pm IST)