Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

મવડી બાજુમાંથી નિકળતો ૮૦ ફુટ રોડ તાત્કાલીક ખુલ્લો કરોઃ ટ્રાફિકની સમસ્યા ઉકેલાઇ જશે

રાજકોટ : મવડી ચોકડીએ ટ્રાફિકજામ અને ટ્રાફિક સિગ્નલ માત્ર શોભાના છે તો રસ્તાના ડામર તૂટી ગયા છે અને બાપા સીતારામ ચોકથી મવડીનો રસ્તો ભયંકર ખરાબ છે, ગોંડલ ચોકડી બંધ થતાં આ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા વધી છે માર્કેટમાં આડેધડ લારી સાંજના સમયે રાખવામાં આવે છે તો આડેધડ વાહન પાર્કથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે મવડી ચોકડીથી બાપા સીતારામ ચોક સુધી પણ આડેધડ વાહન પાર્ક થાય છે ,સાંજના સમયે ઓફિસ અને કારખાનેદારોની છૂટવાનો સમય હોય આ સમયે ટ્રાફિક મુશ્કેલી લોકોને પડી રહી છે, મવડી ચોકડી થી બાપા સીતારામ ચોક સુધી ડામર રોડ બનાવવાનું કામ શરૂ થતુ નથી બાપા સીતારામ ચોક પાસે ટ્રાફિક નિયંત્રણ માટે લગાવેલી ઇન્ડીકેશન પાળી ને તોડી દેવામાં આવી છે આ બાપા સીતારામ ચોકમાં નાનું સર્કલ બનાવી ટ્રાફિક નિયંત્રણ કરી શકાય આ મોટા સર્કલથી દુકાનદારો કંટાળી ગયા છે તો સાથે આ વિસ્તારમાં રાધે હોટલથી બાપા સીતારામ ચોકનો રસ્તો હજુ બન્યો નથી અને બાપા સીતારામ ચોકથી ગુરુકુળ સુધીનો રસ્તો ખરાબ હાલતમાં પડયો છે આ વિસ્તારમાં વગર ચોકડી સર્કલ બનાવવાની રાહ જોઈ રહ્યા છે ટ્રાફિકથી ધમધમતા રોડ થી આગળ સરદાર રેસ્ટોરન્ટ પાસેથી નીકળતો અઢી સો ફૂટ રોડને જોડતો ૮૦ ફુટનો રોડ તાત્કાલિક મંજૂરી આપી ખુલ્લો કરી આ વિસ્તારની ટીપી તાત્કાલિક તપાસ કરાવી પણ અત્યંત જરૂરી બની છે પાળ ગામનો રસ્તો ડબલ કરી સ્ટ્રીટ લાઈટ નખાઈ તે પણ અત્યંત જરૂરી છે તો આગળ ટીલારાં ચોકડી એ સર્કલ બનાવવું જરૂરી છે. તેવી માંગ લત્તાવાસીઓ ઉઠાવી છે.

(2:57 pm IST)