Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

રાજકોટના ત્રણ સબડીવીઝન વીજ વિસ્તારમાં સવારથી ૪૦ ટીમો ત્રાટકીઃ સંવેદનશીલ વિસ્તારોમાં ધોસઃ ૬ મહત્વના ફીડરોમાં ચેકીંગ

બેડીનાકા-પ્રદ્યુમનનગર-ઉદ્યોગનગર ક્ષેત્રમાં ટીમો ઉતરી પડીઃ અનેક લંગરીયા હોવાનો દાવો : સીટી સર્કલ ચીફ કારીયા તથા બી.એમ.શાહ -રૂઘાણીનું ઓપરેશનઃ ગાડીઓની ધણધણાટીઃ લાખોની વીજચોરી ઝડપાશે

રાજકોટમાં સદર વિસ્તારમાંથી જીઇબીની ટીમોએ ઓપરેશન શરૂ કર્યું તે નજરેપડે છે.

રાજકોટ તા. ૬ : પીજીવીસીએલના એમ.ડી.શ્રી બરનવાલની સુચના બાદ આજે રાજકોટના વીજ તંત્રના ત્રણ મહત્વના સબડીવીઝનના રપ થી વધુ વિસ્તારોમાં  ૪૦ થી વધુ ટીમોએ વીજ ચોરી સામે દરોડો પાડતા સન્નાટો પ્રસરી ગયો છે, તંત્ર દ્વારા સાંજ સુધીમાં લાખોની વીજચોરી અનેઅનેક લંગરીયા પકડવાનો દાવો કરાઇ રહયો છે, આ આખા ઓપરેશનનું મોનીટરીંગ સીટી સર્કલના ચીફ ઇજનેર શ્રી કારીયા, તથા બહોળા અનુભવ ધરાવતા શ્રી બી.એમ.શાહ મોનીટરીંગ કરી રહ્યા છે.

અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું કે બેડીનાકા, પ્રદ્યુમનનગર, ઉદ્યોગનગર વીજ સબ ડીવીઝનના સંવેદનશીલ વિસ્તારોમાં ધોસ બોલાવાઇ છે. એસ.આર.પી.ના ૧૩ જવાનો, ૪ વિડીયો ગ્રાફરોની ટીમો સાથે રખાઇ છે. તેમજ સેન્ટ્રલ જેલ અર્બન, ૧૧ કે.વી.જામગર રોડ, અર્બન, ૧૧ કે.વી.મોટી ટાંકી, જયુબેલી બાગ, સોસાયટી, મવડી ફીડરો કવર કરાયા છે.

જો વિસ્તારોમાં ધોસ બોલાવાઇ તેમાં રૂખડીયાપરા, સદ, ભીલવાસ, ગાંધીગ્રામ, પોપટપરા, રઘુનંદન સોસાયટી, રેલ્વે  સ્ટેશન, સંજયનગર, વાંકાનેર સોસાયટી, મોચીનગર-૧, રાજીવનગર, બજરંગવાડી, શીતલપાર્ક,મોમીન સોસાયટી, ખત્રીવાસ, જીલ્લા પંચાયત ચોક, સદર બજાર, નવલનગર, લોહાનગર, કૃષ્ણનગર, સ્વામિનારયણ નગર, ગોકુલધામ આવાસ કવાર્ટસનો સમાવેશ થાય છે.

કોમર્શીયલ, રેસીડેન્સ, ઔદ્યોગીક કનેકશનો ચેકીગમાં આવરી લેવાયા છે.

સમગ્ર ઓપરેશન અંગે એમ.ડી.શ્રી બરનવાલની સુચના બાદ સીટી સર્કલના શ્રી કારીયા, શ્રી બી.એમ.શાહ, શ્રી રૂધાણી, પ્રદ્યુમનનગરના ડે.ઇજનેર શ્રીભટ્ટ તથા અન્યો મોનીટરીંગ કરી રહ્યા છે.

(2:58 pm IST)