Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

દિપક સોસાયટીના રાજેન્દ્રભાઇ પારેખનું કાકાના ઘરે બેભાન થતાં મોત

રણછોડનગરમાં બેસવા ગયા ત્યારે બનાવઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૬: રૈયા રોડ પર કનૈયા ચોક નજીક દિપક સોસાયટી-૫માં રહેતાં અને છુટક કામ કરતાં રાજેન્દ્રભાઇ બાબુલાલ પારેખ (વણિક સોની) (ઉ.વ.૪૪) ગત સાંજે રણછોડનગર-૧૯માં તેમના કાકા પ્રદિપભાઇ ચંદુલાલ પારેખના ઘરે હતાં ત્યારે અચાનક બેભાન થઇ ગયા હતાં. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ જાણ કરતાં બી-ડિવીઝનના પીએસઆઇ એને. જે. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર બે ભાઇ અને એક બહેનમાં નાના અને અપરિણીત હતાં. અચાનક બ્લડ પ્રેશર વધી જતાં બ્રઇન સ્ટ્રોક આવી જતાં મૃત્યુ થયાનું પરિવારજને જણાવ્યું હતું. બનાવથી સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

ટેન્શનને કારણે ક્રિષ્નાબેન રામાણીએ ફિનાઇલ પીધું

કાલાવડ રોડ પુષ્કરધામ પાસે આરએમસી આવાસ કવાર્ટર નં. ૧૨માં રહેતી ક્રિષ્નાબેન અતુલભાઇ રામાણી (ઉ.૨૭)એ ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તેના પતિ કડીયા કામ કરે છે. ઘરના ટેન્શનને કારણે આ પગલુ ભર્યાનું તેના સગાએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

(4:05 pm IST)