Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

લસણનો ભાવ વધારો બન્યો મારામારીનું કારણઃ મનહરપુરમાં કરિયાણાના વેપારી જેન્તીભાઇ પટેલ, પત્નિ અને પુત્ર પર હુમલો

કરિયાણાના વેપારી પટેલ પ્રોૈઢે લસણ રૂ. ૩૦નું ૧૦૦ ગ્રામ આવશે...તેમ કહેતાં રાણા કોળીએ આટલુ મોંઘુ કેમ છે?...કહી ગાળો દઇ બહાર ખેંચી ફટકાર્યાઃ રાણાના પિતા પ્રવિણભાઇ, બે બહેનો તેમજ ભરત, દાનાનો પુત્ર સહિતના તૂટી પડ્યા

રાજકોટ તા. ૬: ડુંગળી-લસણના વધી રહેલા ભાવો ગૃહિણીઓને રડાવી રહ્યા છે ત્યારે હવે લસણનો ભાવ વધારો મારામારીનું કારણ પણ બન્યો છે!...જામનગર રોડ માધાપર નજીક દ્વારકાધીશ પેટ્રોલ પંપ સામે મનહરપુર-૧ ગામમાં રહેતાં કરિયાણાના વેપારી પટેલ પ્રોૈઢ પર કોળી પરિવારના લોકોએ લસણના ભાવ વધારાને કારણે ડખ્ખો કરી હુમલો કરતાં અને વેપારીના પત્નિ-પુત્ર બચાવવા આવતાં તેને પણ માર મારતાં ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

મનહરપુર-૧માં રહેતાં જેન્તીભાઇ ભીખાભાઇ સખીયા (ઉ.૫૬) ગામમાં ઘર નજીક મનેશ્વર પ્રોવિઝન સ્ટોર નામે વેપાર કરે છે. રાત્રે નવેક વાગ્યે તેને ગામના રાણા કોળી, તેના પિતા પ્રવિણભાઇ, બે બહેનો, દાનાભાઇનો પુત્ર અને ભરત હકાભાઇએ ધોકા ઢકીાપાટુનો માર મારતાં તેના પોૈત્ર રાહિલે ફોન કરતાં પુત્ર મયુર જેન્તીભાઇ (ઉ.૩૦) અને પત્નિ રતનબેન જેન્તીભાઇ (ઉ.૫૫) બચાવવા વચ્ચે આવતાં આ બંનેને પણ માર મારવામાં આવતાં દાખલ કરાયા હતાં.

આ અંગે હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. ભગીરથસિંહ ખેરએ મયુર જેન્તીભાઇ સખીયાની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો. જેન્તીભાઇએ જણાવ્યું હતું કે હું રાતે દૂકાને બેઠો હતો ત્યારે રાણો લસણ લેવા આવ્યો હતો અને ભાવ પુછતાં મેં તેને રૂ. ૩૦નું ૧૦૦ ગ્રામ આવશે તેમ કહેતાં તેણે આટલો બધો ભાવ વધારે થોડો હોય? તેમ કહેતાં મેં તેને જણાવેલ કે લસણમાં ઉપરથી જ ભાવ વધારો આવ્યો છે તેમ કહેતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને બહાર નીકળ તેમ કહી મને દૂકાનમાંથી ખેંચી પછાડી દીધો હતો અને મેં ગાયો તગડવા રાખેલા લાકડાના બટકાથી માર માર્યો હતો.

આ વખતે મારો પોૈત્ર રાહિલ દૂકાને હોઇ તેણે જાણ કરતાં મારો દિકરો મયુર અને પત્નિ રતનબેન ઘરેથી આવી ગયા હતાં. તે વખતે રાણાના પિતા, બહેનો સહિતના સ્કોર્પિયો અને બીજા વાહનમાં આવી ગયા હતાં અને બધાએ મળી હુમલો કર્યો હતો.

(4:04 pm IST)