Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

વોર્ડ નં. ૧માં ડી.આઇ. પાણીની પાઇપ લાઇનનું ખાતમુહુર્ત

મહાનગરપાલિકાના વોર્ડ નં. ૦૧ માં સોપાન હાઇટ, સોપાન હિલ વિસ્તાર, બંસીધર સોસાયટી સહિત આજુબાજુના નવા વિસ્તારમાં રૂ. ર,રપ,૪પ,૦૦૦/- (અંકે રૂપિયા બે કરોડ પચ્ચીસ લાખ પિસ્તાલીસ હજાર પુરા)ના ખર્ચે ડી.આઇ. પાઇપ લાઇનનું વોર્ડ કોર્પોરેટર બાબુભાઇ આહીરના હસ્તે ખાતમુહુર્ત કરાયેલ. આ પ્રસંગે નરેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ચુડાસમા, મહેન્દ્રસિંહ જાડેજા, ચારૂબેન ચૌધરી, ભારતીબેન રાવલ, હસુભાઇ ચુડાસમા, વિરલભાઇ પાનેરીયા, મયુરભાઇ પટેલ, ઉમેશભાઇ ઠાકર, શશીકાન્તભાઇ વાળા, ગીરીશભાઇ પણોજીયા, અમૃતભાઇ મકવાણા, ભરતભાઇ પટેલ (બિલ્ડર), આશિષભાઇ ટાંક સહિતના લતાવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:33 pm IST)