Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

રાજકોટ સમાજકલ્યાણ ખાતામાં ફરજ બજાવતો યુવાન ૬ દિ'થી ભેદી રીતે ગુમ

કેશોદથી નિકળ્યા બાદ રાજકોટ-ગોંડલ રોડ ચોકડીએ ઉતર્યો હોવાના પરિવારજનોને સીસીટીવી કુટેજ મળ્યાઃ જાણકારી આપનારે રોડક ઇનામ જાહેર કરાયુ

રાજકોટ તા. ૬ : રાજકોટ સમાજ કલ્યાણ ખાતામાં કલાર્ક તરીકે ફરજ બજાવતો કેશોદનો યુવાન ગોંડલ રોડ ચોકડીએથી ભેદીરીતે લાપતા થતા કેશોદ પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે.

મળતી વિગત મુજબ કેશોદમાં રહેતા અને છેલ્લા પાંચ વર્ષથી રાજકોટ સમાજકલ્યાણ ખાતામાં કલાર્ક તરીકે ફરજ બજાવતા રણજીતસિંહ માણંદભાઇ સીસોદીયા (ઉ.ર૭) જન્માષ્ટમીના તહેવારની રજામાં કેશોદગયા હતા રજા પૂર્ણથતા તેતા.૩૧/૮/ના રોજ કેશોદથી રાજકોટ આવવા માટે નિકળ્યા બાદ રાજકોટ -ગોંડલ રોડ ચોકડીએ ઉતર્યા બાદ લાપતા થઇ ગયા હતા તેના પરિવારજનોએ મિત્રવતૃળો તેમજ સગાસંબંધીને ત્યાં અને રાજકોટમાં પણ શોધખોળ કરીહતી પરંતુ તેનોકો પત્તો ન લાગતા પરિવારજનોએ કેશોદ પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવી હતી.તપાસ દરમ્યાન સીસીટીવ કુટેજનમાં રાજકોટ-ગોંડલ રો ચોકડી પાસે યુવાન દેખાયો હતો.

છ દિવસ બાદ પણ યુવાનનો કોઇ પતો ન લાગતા તેના પરિવારજનોએ આ યુવાન વિશે જાણ કરનાર માટે  રૂ.૧.પ૧ લાખનું ઇનામ પરિવારજનો દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે. જો કોઇને આ યુવાન જોવા મળે તોમોબાઇલ નંબર ૯૯૯૮પ ૭૭૮૭૭, ૭૮૭૮૦ ૭૩૭૩૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુંછે.

(4:32 pm IST)