Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

જંકશન રેલ્વે સ્ટેશન રોડ કપાતના અસરગ્રસ્ત દુકાનદારોને વૈકલ્પીક જગ્યા માટે માંગ

લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળની કપાતના વળતર અંગે ૧ર દુકાનદારોની વધુ એક રજુઆત

રાજકોટ, તા., ૬: શહેરના જંકશન પ્લોટ રેલ્વે સ્ટેશન રોડ પર લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ કપાત આવતી ૧ર દુકાનોના વેપારીઓએ વૈકલ્પીક જગ્યાના વળતર અંગે મ્યુ. કમિશ્નરશ્રીને વધુ એક વખત રજુઆત કરી છે.

આ રજુઆતમાં જણાવાયું છે કે રેલ્વે સ્ટેશન રોડ ડાક બંગલા  પાસે આવેલ મ્યુનીસીપલની દુકાનમાં છેલ્લા ૬૩ વર્ષથી વ્યવસાય કરીએ છીએ.

મનપાના ભાડુઆત છીએ. દર વર્ષે નિયમીત ભાડુ ભરીએ છીએ. આ દુકાનોઆજીવીકાનું સાધન છે.

દરમિયાન તા.ર૬ ઓગષ્ટના રોજ લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ માટે નોટીસ મળી છે કે દુકાનો હટાવી દેશો.

ત્યારે આ દુકાન પાછળ ડાક બંગલાની પડતર જમીન છે તો આ જમીન પર દુકાન બનાવી આપવામાં આવે તો વ્યવસાય જળવાઇ રહે. અગાઉ ઉપરોકત જગ્યા પર બે દુકાન ફાળવેલ છે ત્યારે આ દુકાન પણ ત્યાં બનાવી આપવા માંગ છે.

આ રજૂઆતમાં ૧. પેંગ્વીન રેફ્રીઝરેટર, ર. અશોક બેકરી, ૩. વેસ્ટ હેર ડ્રેસર, ૪. શ્રી મોમાઇ પાન સેન્ટર, પ. પ્રોગેશ સાઇકલ સ્ટોર, ૬. પુર્ણીમા હેર ડે્રસર, ૭. ભારતી સાયકલ સ્ટોર, ૮. રાજેશ સીલેકશન, ૯. દિવ્યરાજ ટ્રાવેલ્સ, ૧૦. દિવ્યાની એન્ટરપ્રાઇઝ, ૧૧. જય ભારત પાન એન્ડ કોલ્ડ્રીંકસ, ૧ર. ઓમ સ્વીટ માર્ટ, વગેરે દુકાનદારો જોડાયા હતાં.

(4:29 pm IST)