Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

મ.ન.પા.ના ખૂલ્લા પ્લોટની બાઉન્ડ્રી વોલ બનાવી ઘુસણખોરી અટકાવાશેઃ મ્યુ.કમિશ્નર

સામા કાંઠે અટલ બિહારી વાજપેઇ હોલ પ્લોટની તુટેલી દિવાલ નિહાળી અમિત અરોરાએ આવા તમામ ખૂલ્લા પ્લોટોના સર્વેનો આદેશ આપ્યો

રાજકોટ તા.૬ : શહેરમાં મ.ન.પા.ના ખૂલ્લા પ્લોટોની ફેન્સીંગ-કમ્પાઉન્ડ વોલ તોડીને આવા પ્લોટમાં ઘુસણખોરીના પ્રયાસો થઇ રહ્યાનું ખુદ મ્યુ.કમિશ્નર અમિત અરોરાએ નિહાળતા તેઓએતાબડતોબ આવા ખુલ્લા પ્લોટનો સર્વે કરી બાઉન્ડ્રી વોલ બનાવવા ટી.પી. અને બાંધકામ વિભાગને સુચનાઓ આપી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજે મ્યુ.કમિશ્નર અમિત અરોરા સામાકાંઠા વિસ્તારના અટલ બિહારી બાજપાઇ કોમ્પ્યુનીટી હોલ ઓડિટોરીયમની સ્થળ મુલાકાતે ગયા હતા. તે દરમિયાન અહી આવેલા મ.ન.પા.ના ખુલ્લા પ્લોટમાં કમ્પાઉન્ડવોલ તોડીને અંદર ઘુસણખોરીના પ્રયાસો થયાનું નજરો નજર નિહાળતા તેઓએ તાબડતોબ ટાઉન પ્લાનીંગ ઓફીસર સાથે બેઠક યોજી અને આવા જે જે ખુલ્લા પ્લોટમાં બાઉન્ડ્રી વોલ તુટેલી હોય તેનુ સમારકામ કરાવવા અને જયાં કમ્પાઉન્ડવોલ ન હોય ત્યાં જઇ કમ્પાઉન્ડવોલ બનાવવા સુચનાઓ આપી હતી.

(4:28 pm IST)