Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

તિરૂપતી બાલાજી ઓટો કન્સલ્ટવાળા મેટોડાના ઉમેશ ઠુમ્મરે ઇશ્વરીયા પાસે કારમાં ઝેર પીધું

સ્યુસાઇડ નોટમાં લખ્યું ગાડીના પેપર ઉપર રૂપિયા લીધા હતાં પણ ધંધામાં ખોટ જતાં હવે રૂપિયા આપી શકાય તેવી પોઝિશન નથી...હવે બીજો કોઇ રસ્તો નથી

રાજકોટ તા. ૬: મેટોડાના ઇશ્વરીયા ગામે રહેતાં અને તિરૂપતી બાલાજી ઓટો કન્સલ્ટ નામે ગાડી લે વેંચનો ધંધો કરતાં ઉમેદભાઇ સી. ઠુમ્મર (ઉ.૩૮) નામના યુવાને મેટોડાના ઇશ્વરીયા ગામના પાટીયા પાસે પોતાની કારમાં ઉંદર મારવાની દવા પી લેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં લોધીકા પોલીસને જાણ કરવામાં આવી છે.

ઉમેદભાઇ કાર લે વેંચનો ધંધો કરે છે. તેને સંતાનમાં એક પુત્ર છે. તેણે એક ચિઠ્ઠી લખી છે તેમાં અલગ અલગ સાતેક નામો અને સામે અમુક રકમો લખેલી છે. આગળ લખ્યું છે કે બીજા બધાને ગાડી વેંચેલી છે તેના પેપર હું આપી શકુ તેમ નથી. નિર્મલભાઇ પાસેથી પેપર ઉપર રૂપિયા લીધા હતાં. પણ ધંધામાં ખોટ જતાં તે આપી શકાય તેવી પોઝિશન રહી નથી.  મેં નિર્મલભાઇ સાથે વાત કરી હતી કે મને હપ્તા કરી આપો  અથવા મને ટાઇમ આપો. પણ તે માનતા નથી, દબાણ કરે છે અને પોલીસ કેસની ધમકી આપે છે. હવે મારી પાસે બીજો કોઇ રસ્તો નથી. મારા મમ્મી, ભાઇ, ઘરના અને છોકરાનું હું પુરૂ કરી શકું તેમ નથી. મારી પાછળ મારા કોઇ પરિવારજનોને હેરાન ન કરતાં. મમ્મી મને માફ કરજો, હું તમારું મારા પરિવારનું પુરૂ ન કરી શકયો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

(4:28 pm IST)