Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

કપાસીયા તેલમાં ૧૦ રૂ. ઘટયા

રાજકોટ, તા. ૬ :. સૌરાષ્ટ્રમાં વરસાદના પગલે ખાદ્યતેલોમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. આજે કપાસીયા તેલમાં વધુ ૧૦ રૂ.નો ઘટાડો નોંધાયો હતો.

સ્થાનિક બજારમાં સારા વરસાદના અહેવાલે કપાસીયા તેલમાં મંદી જોવા મળી હતી અને વધુ ૧૦ રૂ. તૂટયા હતા. કપાસીયા તેલ લુઝના ભાવ ૧૪૩૦ રૂ. હતા જે ઘટીને આજે બપોરે ૧૪૨૦ રૂ. અને કપાસીયા ટીનના ભાવ ૨૪૫૦ થી ૨૪૮૫ રૂ. હતા તે ઘટીને ૨૪૪૦ થી ૨૪૭૫ રૂ. થયા હતા. બપોર સુધીમા અન્ય કોઈ સાઈડ તેલોમાં વધઘટ ન હતી.

(4:27 pm IST)