Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

ઇ-બાઇકની સબસીડી માટે પડાપડીઃ મનપાની યોજના ૧ાા મહીનામાં સમેટાઇ

ઇ-બાઇકની ખરીદીના પ્રથમ ૧૦૦ ગ્રાહકોને પ૦૦૦ ની સબસીડી આપવાની જાહેરાત થતાજ ૧ાા મહીનામાં તમામ ૧૦૦ ફોર્મ ઓનલાઇન ભરાઇ ગ્યાઃ ૪૬ મંજુર બાકીના પ૪ ગ્રાહકોની ખરાઇ કરીને સબસીડી અપાશે

રાજકોટ તા. ૬ : શહેરમાં કાર્બન ઉત્સર્જન ઘટાડી અને પુદુષ નિયંત્રણ માટેના 'ગો-ગ્રીન' કન્સેપ્ટ અંતર્ગત રાજકોટ મ.ન.પા. દ્વારા શહેરીજનો ઇલેકટ્રીક બાઇકનો ઉપયોગ કરતા તે માટે ઇ-બાઇકના પ્રથમ ૧૦૦ ગ્રાહકને રૂ.પ૦૦૦ ની સબસીડી આપવાની યોજના અલમાં મુકી હતી જેને જબ્બર પ્રતિસાદ મળતા ૧ાા મહીનામાંજ આ યોજના પૂર્ણ થઇ ગઇ કેમ કે પ્રથમ ૧૦૦ ગ્રાહકોએ આ ૧ાા મહીનામાંજ ઓનલાઇન ફોર્મ ભરી દીધા હતા.

આ અંગેની વિગતો જોઇએ તો મે મહિનામાં મળેલા મ.ન.પા.નાં

જનરલ બોર્ડમાં ઇ-બાઇકમાં પ૦૦૦ ત્થા સાયકલમાં ૧૦૦૦ ની સબસીડી આપવા માટે અરજન્ટ બિઝનેશથી રજુ થયેલ.

આ અરજન્ટ દરખાસ્તની વિગતો મુજબ ટ્રાફીક, ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કીંગ મેનેજમેન્ટ શાખા, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સાયકલ શેરીંગ પ્રોજેકટનો વ્યાપ વધે તેમજ શહેરમાં પ્રદુષણની માત્રા ઘટે તે હેતુને ધ્યાને રાખી નાણાંકીય વર્ષ ર૦૧૯-ર૦ર૦ના બજેટમાં સાયકલ પ્રમોશન પ્રોજેકટ હેઠળ ખાસ રૂ. ૧,૦૦,૦૦,૦૦૦ ની તથા વર્ષ ર૦ર૦-ર૦ર૧ ના બજેટમાં સાયકલ પ્રમોશન પ્રોજેકટ હેઠળ ખાસ રૂ. ૩૦,૦૦,૦૦૦ બજેટની જોગવાઇ કરવામાં આવેલ છે. જે અંતર્ગત આ યોજનાની અમલ તારીખ બાદ ફકત રાજકોટ શહેરના શહેરીજનો દ્વારા ખરીદ કરવામાં આવેલ નવી સાયકલ ઉપર રૂ. ૧૦૦૦ કુટુંબદીઠ એક વ્યકિતને તેઓના બેંક ખાતામાં વળતર આપવાનું નકકી કરવામાં આવેલ.

આ અરજન્ટ દરખાસ્તની વિગતો મુજબ ટ્રાફીક, ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કીંગ મેનેજમેન્ટ શાખા, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સાયકલ શેરીંગ પ્રોજેકટનો વ્યાપ વધે તેમજ શહેરમાં પ્રદુષણની માત્રા ઘટે તે હેતુને ધ્યાને રાખી નાણાંકીય વર્ષ ર૦૧૯-ર૦ર૦ના બજેટમાં સાયકલ પ્રમોશન પ્રોજેકટ હેઠળ ખાસ રૂ. ૧,૦૦,૦૦,૦૦૦ ની તથા વર્ષ ર૦ર૦-ર૦ર૧ ના બજેટમાં સાયકલ પ્રમોશન પ્રોજેકટ હેઠળ ખાસ રૂ. ૩૦,૦૦,૦૦૦ બજેટની જોગવાઇ કરવામાં આવેલ છે. જે અંતર્ગત આ યોજનાની અમલ તારીખ બાદ ફકત રાજકોટ શહેરના શહેરીજનો દ્વારા ખરીદ કરવામાં આવેલ નવી સાયકલ ઉપર રૂ. ૧૦૦૦ કુટુંબદીઠ એક વ્યકિતને તેઓના બેંક ખાતામાં વળતર આપવાનું

સદરહું યોજના અન્વયે  પ્રથમ ૧૦૦ ઇ-બાઇક ખરીદનાર લાભાર્થીઓને વહેલા તે પહેલાના ધોરણે અને નિયત શરતોને આધીન ઇ-બાઇક પ્રમોશન યોજનાનો લાભ મળનાર હોઇ, ત્યાર બાદ રજુ થયેલ અરજી માટે આખરી નિર્ણય રાજકોટ મહાનગરપાલિકાનો રહેશે.

આ યોજના અંતર્ગત ઇ-બાઇકની ખરીદી યોજનાનો લાભ લેાવ માટેની અમલ તા. ૦૧-૦૪-ર૦ર૧ પછીના સમયમાં થયેલી હોવી જોઇએ, જેનું જીએસટી સહિતનું બીલ, ચેસીસ નંબર કે યુનિક નંબર સાથેની વિગતો નિયત અરજી ફોર્મ જરૂરી આધાર-પુરાવા સાથે રજૂ કરવાના રહેેશે. વર્ષ ૨૦૨૧-૨૨ માટે પ્રથમ ૧૦૦ ઈ-બાઈક ખરીદનારને આ યોજનાનો લાભ મળવા પાત્ર હતો.

- આ યોજનાનો લાભ મેળવવા અરજી કરનારના નામનુ જ ઈ-બાઈક ખરીદીનું બીલ રજુ કરવાનું હતું. તેમજ યોજનાની અમલ તારીખ બાદ ખરીદ કરેલ ઈ-બાઈક પર લાભ મળવા પાત્ર રહેશે.

-અરજીની સાથે ઈ-બાઈક ખરીદીના ડીએસટીવાળુ ડુપ્લીકેટ બીલ અથવા ઝેરોક્ષ પર ઈ-બાઈક એજન્સીના સંચાલકના સહી-સિક્કા કરવાના રહેશે.

- આ યોજનાનો લાભ મેળવવા નિયત કરેલ અરજી ફોર્મ જરૂરી વિગતો ભરી તેમા દર્શાવેલ આધાર-પુરાવા સાથે રજુ કરવાનુ રહેશે. અન્યથા અરજી મંજુર કરવામાં આવશે નહિ.

આ યોજના રાજકોટ શહેરના વિસ્તારના લોકો પુરતી મર્યાદિત હોય બહારગામના કે રાજકોટ મહાનગરપાલિકાની હદ બહારના વિસ્તારના લોકોને આ યોજનાનો લાભ મળી શકશે નહિ.

 આ યોજના અંતર્ગત રૂ. ૫૦૦૦ (અંકે રૂપિયા પાંચ હજાર)ની સબસીડી અરજદારના બેંકના ખાતામાં જ જમા કરવામાં આવશે. અન્ય કોઈપણ રીતે મળશે નહિ.

આમ ઉપરોકત નિયમો મુજબ પ્રથમ ૧૦૦ લોકોએ ઓનલાઇન ફોર્મ ૧ાા મહીનામાં જ ભરી દીધા હતાં જેમાંથી ૪૬ ગ્રાહકોને પ૦૦૦ ની સબસીડી આપી દેવાઇ હતી.

જયારે બાકીનાં પ૪ ગ્રાહકોનાં ફોર્મ તથા આધાર-પુરાવાઓની ચકાસણી ચાલી રહ્યાનું જાણવા મળ્યું છે. (પ-ર૪)

છેલ્લા બે મહિનામાં ૧૨૫૦ લોકોએ સાયકલની સબસીડી લીધી

કોરોનાં કાળમાં સાયકલ પ્રમોશન યોજના પુરપાટ દોડી : ૧ હજાર લેખે રૂ.૧૨.૫૦ લાખ ચુકવતું તંત્ર

રાજકોટઃ દેશમાં સાયકલનો ઉપયોગ લોકો વધુમાં વધુમાં કરતાં થાય અને પર્યાવરણ શુધ્ધી સાથે જન આરોગ્ય પણ સુધરે એ હેતુથી સાયકલ પ્રમોશન યોજના ગત વર્ષથી અમલી બની છે. જે અંતર્ગત રાજકોટ મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરમાં જે વ્યકિતઓ મેક ઇન્ડિયા' સાયકલ ખરીદે તેને રૂ. ૧૦૦૦ ની સબસીડી આપવાની યોજના શરૂ કરી છે. જેને કોરોના કાળમાં જબરો પ્રતિસાદ મળ્યો છે. વર્ષ ર૦૧૯ માં ૧પ ઓગષ્ટથી સાયકલ પ્રમોશન યોજના અમલી બનાવાયેલ અને વર્ષ ૨૦૨૦નાં અંત સુધીમાં ૧૮૦૦ વ્યકિતઓએ ૧૦૦૦ ની સબસીડીનો લાભ લીધો હતો. આ યોજનાની ગ્રાન્ટ પુરી થતા જુન માસથી ફરી સાયકલ ખરીદનારને રૂા ૧૦૦૦ની સબસીડી આપવાની શરૂ થતા જુલાઇ, ઓગસ્ટ સહિત છેલ્લા બે માસમાં ૧૨૫૦ વ્યકિતઓને રૂ.૧ હજાર લેખે રૂ.૧૨.૫૦ લાખ સાયકલની સબસીડી પેટે મ.ન.પા. દ્વારા ચુકવામાં આવ્યા છે. આથી કોરોના કાળમાં સાયકલની ખરીદી વધી હોવાનું દર્શાય છે. આથી કોરોના કાળમાં સાયકલની ખરીદી વધી હોવાનું ફલીત થઇ રહ્યુ છે.

(4:28 pm IST)