Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

પંચનાથ મંદિર પાસે એક શકમંદ શખ્સની ધોલધપાટ

ખિસ્સા કાપવાનો પ્રયાસ કરતાં પકડાઇ જતાં લોકોએ બેફામ ઘુસ્તાવી નાંખ્યોઃ માફામાફી બાદ જવા દેવાયોઃ પોલીસ ફરિયાદ ન થઇ

રાજકોટઃ શહેરના પંચનાથ મંદિર ખાતે આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર અને ભાદરવી અમાસને દિવસે મોટી સંખ્યામાં ભાવીકો-ધર્મપ્રેમીઓ ઉમટી પડ્યા હોઇ ગિરદીનો લાભ લેવા માટે પણ અમુક પહોંચી ગયા હતાં. દરમિયાન મંદિર પાસે એક શકમંદ શખ્સ ખિસ્સા કાપવાનો પ્રયાસ કરતાં રંગેહાથ પકડાઇ જતાં લોકો એકઠા થઇ ગયા હતાં અને આ શખ્સની બેફામ ધોલધપાટ કરી નાંખી હતી. શખ્સ સાથે એક મહિલા પણ હતી તેણે આ શખ્સ નિર્દોષ હોવાનો દેકારો કર્યો હતો. જો કે અંતે માફામાફી બાદ આ શખ્સને જવા દેવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ થઇ નથી. તસ્વીરમાં પંચનાથ મંદિર તથા અજાણ્યા શકમંદની ધોલધપાટ થઇ તેના દ્રશ્યો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:39 pm IST)