Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

બે મકાન, ફલેટ અને એક કવાર્ટરમાં ભકિતનગર પોલીસના દરોડાઃ રપ પત્તાપ્રેમી ઝડપાયા

ઢેબર રોડ મુકતાનંદ એપાર્ટમેન્ટના ફલેટમાંથી ૮, આશાપુરા સોસાયટીમાંથી ૭, આશાપુરાનગરમાંથી ૪ અને જંગલેશ્વર આરએમસીના કવાર્ટરમાંથી ૬ને ઝડપી લીધા

રાજકોટ તા. ૬: શહેરના અલગ અલગ ચાર વિસ્તારમાં ચાલતા જુગારધામ પર ભકિતનગર પોલીસે દરોડા પાડી રપ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા. મુકતાનંદ એપાર્ટમેન્ટમાંથી ૮, આશાપુરા સોસાયટીમાંથી ૭, આશાપુરનગરમાંથી ૪ અને જંગલેશ્વર આરએમસી કવાર્ટરમાંથી ૬ પત્તાપ્રેમીઓને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ ઢેબર રોડ ગુરૂકુળ પાણીના ટાંકા પાસે મુકતાનંદ એપાર્ટમેન્ટમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી ભકિતનગર પોલીસ મથકના કોન્સ. વિશાલભાઇ, વાલજીભાઇ અને ભાવેશભાઇને મળતા મુકતાનંદ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૩૦ર માં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ફલેટ માલીક જયેશ નવલસિંહ પરમાર (રહે. ભકિતનગર સોસાયટી શેરી નં. ૮), બાબરીયા કોલોની શેરી નં. ૩ ના ઇકબાલ વલીભાઇ ચાવડા, વાણીયાવાડી શેરી નં. ૪ના લક્ષ્મણ દુદાભાઇ ગઢવી, વિવેકાનંદનગર શેરી નં. ૧૪ના મયુર તુલશીભાઇ તન્ના, ગીતાનગર શેરી નં. ૪ ના ચેતન રામજીભાઇ દવે, દીવ્યાબેન ઉર્ફે સોનલબેન ચેતન દવે, વાણીયાવાડીના નીતાબેન દીનેશભાઇ મકવાણા અને ગીતાબેન શાંતુભાઇ ધાધલને પકડી લઇ રૂ. ૧૬ર૬૦ ની રોકડ કબજે કરી હતી.

જયારે બીજા દરોડામાં હેડ કોન્સ. મનરૂપગીરી, કોન્સ. મૈસુરભાઇ તથા રણજીતસિંહને મળેલી બાતમીના આધારે કોઠારિયા મેઇન રોડ પર આશાપુરાનગર શેરી નં. ૭ માં રહેતા સુરશવન ખીમવનભાઇ ગૌસ્વામીના મકાનમાં દરોડો પાડી મકાન માલીક સુરેશવન ગૌસ્વામી તથા આશાપુરા સોસાયટી શેરી નં. ર ના શકિત દિનેશભાઇ મજેઠીયા, શેરી નં. ૬ના મહેશ કરશનભાઇ કુવાડીયા, શેરી નં. ૭ના કિરણબેન સુરેશવન ગૌસ્વામી, મણીનગર શેરી નં. પ ના પુષ્પાબેન ગોપાલવન ગૌસ્વામી, આશાપુરા સોસાયટી શેરી નં. ર ના અનસોયાબેન દિનેશભાઇ મજેઠીયા અને સુખરામનગર મેઇન રોડ નિમુબેન દિનેશભાઇ ડાંગરને પકડી લઇ રૂ. ૧૦,૩૯૦ની રોકડ કબજે કરી હતી.

ત્રીજા દરોડામાં કોઠારિયા રોડ પર આશાપુરાનગર શેરી નં. ૭માં મકાનમાં બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક જીજ્ઞેશ ભુપતભાઇ બાવળીયા, શીલ્પાબેન ભુપતભાઇ ગૌસ્વામી, શ્રીનાથજી સોસાયટી શેરી નં. ૪ના રતનબેન નિલેશભાઇ જીલકા અને આશાપુરાનગર શેરી નં. ર ના રીટાબેન અતુલભાઇ રાઠોડને પકડી લઇ રૂ. ૩પર૦ની રોકડ સહિતની મત્તા કબજે કરી હતી.

જયારે ચોથા દરોડામાં જંગલેશ્વરમાં આર.એમ.સી. કવાર્ટરમાં જુગારધામ ચાલતું હોવાની કોન્સ. રણજીતસિંહ જાડેજા અને ભાવેશભાઇ મકવાણાને બાતમી મળતા આર.એમ.સી. કવાર્ટર બ્લોક નં. ૩ કવાર્ટર નં. ૩પમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા કવાર્ટર માલીક યાકુબ અહેમદભાઇ જુણેજા તથા કેવડાવાડી શેરી નં. રરના ગૌરવ ઉર્ફે ગળો યોગેશભાઇ ચુડાસમા, કવાર્ટર નં. ૩પના કુંદન ગૌરીશંકરસિંહ કિનવાર, વિનોદનગર કવાર્ટર બ્લોક નં. ૪ કવાર્ટર નં. ર૦૧૯ના મુમતાઝબેન ગુલાબભાઇ સમા, ગોંડલ રોડ આવકાર સીટી એપાર્ટમેન્ટ બ્લોક નં. પ૦૧ના અવનીબેન દેવાયતભાઇ હડીયા અને આરએમસી. કવાર્ટર બ્લોક નં.ફ ર૮/૩૩રના જયોતીબેન જગદીશભાઇ જેહરને પકડી લઇ રૂ. ૧ર,૩ર૦ની રોકડ સહિતની મતા કબજે કરી હતી આ કામગીરી પી.આઇ. જે. ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. આર. જે. કામળીયા, હેડ કોન્સ. રણજીતસિંહ, મનરૂપગીરી, કોન્સ. ભાવેશભાઇ, રણજીતસિંહ, દિવ્યરાજસિંહ, રાજેશભાઇ, હિતેન્દ્રસિંહ, વિશાલભાઇ, કોન્સ. દક્ષાબેન દ્વારા કરવામાં આવી હતી.

(3:32 pm IST)