Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને ચેક મુજબની રકમનું વળતર ચુકવવા કોર્ટનો આદેશ

આરોપી વળતરની રકમ ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ

રાજકોટ તા. ૬ : ચેક રીટર્નના કેસમાં તારીફ ઉર્ફે મુન્નાભાઇ આર.આંબળાને ૧ વર્ષની સાદી કેદની સજા તથા ફરીયાદવાળા એક મુજબની રકમ ૧ માસની અંદર ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ ૬ માસની સજા રાજકોટની સ્પેશ્યલ નેગોશીયેબલ કોર્ટે ફરમાવી હતી.

રાજકોટ શહેરના તારીફ ઉર્ફે મૂન્નાભાઇ આર.આંબળા, રહે. ગુજરાત હાઉસીંગ કવાર્ટર શેરી નં.૪, કાટખુણાનું, કવાર્ટર, રણુજા મંદિરની પાસે, કોઠારીયા મેઇન રોડ, રાજકોટવાળાએ ફરીયાદી રામજીભાઇ ભીમજીભાઇ સગપીરયા, વૃધ્ધ ઉમરના હોય અને આરોપી સાથે ફરીયાદોને ઘણા વર્ષો થયા સારા સંબંધો હોય અને સંબંધમાં મીત્રતાના દાવે ફરીયાદી પાસેથી આરોપીએ બે વર્ષમાં રૂ.૪,૧૦,૦૦૦ કટકે-કટકે હાથ ઉછીના વગર વ્યાજે માત્ર સંબંધના દાવે ઉછીના લઇ ગયેલા અને ફરીયાદીએ એકાએક બિમાર થતા તેઓને હાર્ટમાં તકલીફ થતા સારવારમાં  પૈસાની જરૂર પડતા આરોપીની પાસે ફરીયાદીની લેણી નીકળતી રકમ રૂ.૧૦,૦૦૦ પરત માંગતા આરોપીએ તા.૧૯/૭/૧૮ ના રોજનો રૂ.૪,૧૦,૦૦૦ નોએક ચેક રાજકોટ નાગરીક સહકારી બેંક લીમીટેડ, સોરઠીયા વાડી બ્રાન્ચનો આપેલો સદરહું ચેક અમો ફરીયાદીએ પોતાની દેના બેન્કમાં તા.૧૯/૭/૧૮ ના રોજ કલીયરીંગમાં નાંખતા સદરહું ચેક ''ફંડસ ઇન્સફીશીયન્ટ'' ના શેરા સાથે તા. ર૦/૭/૧૮ ના રોજ ડીસઓનર થયેલ.જેથી ફરીયાદીએ તેમના એડવોકેટ મારફત આરોપીન નોટીસ મોકલાવેલ જે નોટીસ આરોપીને બજી ગયેલ અને નોટીસનો કોઇ જવાબ આપેલ નહી અનેફરીયાદીની ચેક મુજબની કાયદેસરની લેણી નીકળતી રકમ પરત ન ચુકવતા ફરીયાદીએ આરોપી સામે ધ નેગોશીયલબ ઇન્સ્ટ્રુમેન્ટની કમલ-૧૩૮ મુજબ ચેક રીટર્ન થયા અંગેની ફરીયાદ દાખલ કરેલી.

ઉપરોકત ફરીયાદ દાખલ થયા બાદ આરોપી તેમના એડવોકેટ મારફતે કોર્ટમાં હાજર થયેલા અને કોર્ટને જણાવેલ કે ફરીયાદીની કાયદેસરની લેણી નીકળતા રકમ ફરીયાદીને ચુકવી આપીશું આરોપીએ ફરીયાદીને કોઇ જ રકમ ચુકવેલ નહી અને ત્યારબાદ આરોપી કોર્ટમાં પણ હાજર થેલા નહી અને રાજકોટની સ્પેશ્યલ નેગો.કોર્ટ ૧૦માં એડીશ્નલ ચીફ જયુડી.મેજી.શ્રી ઘનશ્યામ દીલીપભાઇ પડીયાની કોર્ટમાં ચાલી જતા અને ફરીયાદીના સીનીયર એડવોકેટ મહેશ સી.ત્રિવેદી દ્વારા ચેક રીટર્ન અંગેના તમામ દસ્તાવેજોનું કોર્ટને ધ્યાન દોરી અને તમામ દસ્તાવેજો અંગે હકીકત અંગેની દલીલ કરેલ જેથી ફરીયાદ પક્ષની દલીલ સાંભળી આરોપીને ધ નેગો.ઇન્સ્ટ્રુ્રુ.એકટની કલમ-૧૩૮ મુજબના સજાના પાત્રના ગુન્હામાં ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ-રપપ (ર) અન્વયે તકસીવાર ઠરાવી આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ફરીયાદવાળા ચેકની રકમ આરોપીએ ફરીયાદીને વળતર પેટે ૧ માસની અંદર ચુકવી આપવી જો આરોપી વળતરની રકમ ૧ માસની અંદર ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ ૬ માસની સજા કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરીયાદી તરફે રાજકોટના સીનીયર એડવોકેટ મહેશ સી.ત્રીવેદી, કીરીટ સાયમન, ધર્મેન્દ્ર જરીયા, કિશન જોષી, ઘનશ્યામ પટેલ, મયુર પંડયા, હર્ષ આર.ઘીયા, હર્ષ ત્રિવેદી રોકાયેલા હતા.

(3:31 pm IST)