Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

કાલે ટીબીના કેસો તથા મેડીકલ સારવાર અંગે ખાસ મીટીંગ : સ્ટેટ ટીબી ઓફિસર પણ આવશે

ટીબીના માત્ર ૧૪ કેસ દેખાડાયા હોય... ત્રણ મહિનામાં કોઇ કામગીરી ન હોય કલેકટર ઉધડો લીધો

રાજકોટ તા. ૬ : આવતીકાલે કલેકટરના અધ્યક્ષપદ હેઠળ જિલ્લા ક્ષય નિવારણની મહત્વની મીટીંગ યોજાઇ છે, આ મીટીંગમાં સ્ટેટ ટીબી ઓફિસર પણ આવનાર અને હાજર રહેનાર હોવાનું કલેકટરે પત્રકારોને ઉમેર્યું હતું, જિલ્લા ક્ષય નિવારણ દ્વારા હાલ ટીબીના ૧૪ કેસ હોવાનો રીપોર્ટ છે.

અત્રે એ નોંધનિય છે કે, જિલ્લાના ટીબી નિવારણ અધિકારી દ્વારા છેલ્લા ૩ મહિનામાં કેસ વધુ આઇડેન્ટીફાઇ નહી કરાતા અને કોઇ કામગીરી નહિ દાખવતા, ઔદ્યોગિક વિસ્તારમાં કોઇ સર્વે હાથ નહી ધરતા કલેકટરે આ અધિકારીને કડક ભાષામાં સૂચના આપી વધુને વધુ સર્વે હાથ ધરવા અને કેસો આવ્યા હોય તો તે રીપોર્ટ કરવા... મેડીકલ સારવાર શરૂ કરી દેવા આદેશો કર્યા છે.

(3:30 pm IST)