Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

૧૨મીએ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અધિકારી વર્ગ-૨ની GPSC દ્વારા પરીક્ષા

રાજકોટમાં ૪૫ કેન્દ્રો : ૧૦૦૭૦ ઉમેદવારો - કલેકટરે કલાસ વન-ટુના પરીક્ષા અંગે ઓર્ડરો કર્યા

રાજકોટ તા. ૬ : આગામી ૧૨મીએ GPSC દ્વારા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં કચેરી અધિકારી વર્ગ-૨ની ભરતી કરવા સબબે રાજકોટમાં GPSC દ્વારા પરીક્ષા લેવાશે, સવારે ૧૧ થી ૨ દરમિયાન ૪૫ કેન્દ્રો ઉપર કુલ ૧૦૦૭૦ ઉમેદવારો પરીક્ષા આપશે.

કલેકટરે આ માટે દરેક કેન્દ્રો ઉપર એક આયોગના અધિકારી અને એક તકેદારી અધિકારી મળીને કુલ ૯૦ કલાસ વન-ટુના પરીક્ષા અંગે ઓર્ડરો કર્યા છે, પરીક્ષા દરમિયાન ફલાઇંગ સ્કવોડમાં બે ડે.કલેકટરો પણ ફરજ ઉપર રહેશે.

(3:29 pm IST)