Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

શહેરમાં રોગચાળાના આંકડા મ.ન.પા.ની વેબસાઇટ પર જાહેર કરો : ભાનુબેન સોરાણી

ડેંગ્યુ-મેલેરિયાનો મચ્છરજન્ય રોગચાળો કાબુમાં લેવા વિપક્ષી નેતાની માંગ

રાજકોટ,તા.૬:  મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન પ્રવીણભાઈ સોરાણીએ રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનીસીપલ કમિશ્નર શ્રીને રાજકોટ શહેરના નગરજનો વતી આરોગ્યના હિતાર્થે રજૂઆત કરી છે કે શહેરમાં ડેન્ગ્યું, ચિકનગુનિયા, ,મેલેરિયા, તાવ, શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી સહિતના અનેક સીઝનલ રોગચાળો વકરી રહ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આ તમામ રોગચાળા પ્રત્યે ગંભીરતાપૂર્વક પગલા લેવામાં આવે અને વકરતા રોગચાળાના ઉપચાર માટે વિનામૂલ્યે દવા નું વિતરણ કરવામાં આવે તેમજ ફોગીંગ, મેલેથીયોન દવાનો છંટકાવ, મચ્છરનો ઉપદ્રવ ન થાય તે માટે દ્યરે-દ્યરે જઈ ટાંકામાં દવા નાખવી મચ્છરના ઉત્પતીસ્થાનો માં દવા છંટકાવ કરાવવા સહિતના પગલા લેવા રાજકોટ શહેરના નગરજનોના આરોગ્યના હિતાર્થે માંગ કરીએ છીએ.

વધુમાં શ્રીમતી ભાનુબેન સોરાણીએ જણાવ્યું હતું કે શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યું, ચિકનગુનિયા, ઝાડા-ઉલ્ટી, તાવ-શરદી-ઉધરસ, સહિતના દર્દીઓની સંખ્યા દર સપ્તાહે અગાઉના સમયમાં જાણ કરવામાં આવતી હતી જે વર્ષ ૨૦૧૯-ડીસેમ્બરથી બંધ હોઈ હાલ રોગચાળો દિવસેને દિવસે વકરી રહ્યો છે ત્યારે લોકોના જનહિતાર્થે ઉપરોકત રોગચાળાના આંકડાઓ પહેલાની જેમ મીડિયાના માધ્યમથી જાહેર કરવામાં આવે તેમજ પી-P ફોર્મ અને એલ-ફોર્મની વિગતો કોર્પોરેશનની વેબસાઈટ ઉપર દર્શાવવામાં આવે તેવી અમો રાજકોટ શહેરના નગરજનો વતી શ્રીમતી ભાનુબેન સોરાણીએ માંગ કરી છે.

(3:27 pm IST)