Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

યુનિ.રોડ ઉપર સ્પા.ની આડમાં કુટણખાનું ચલાવવાના ગુનામાં સંચાલકના જામીન મંજુર

રાજકોટ, તા.૬: રાજકોટ શહેરના યુનિર્વસિટી રોડ પર સ્પાના આડમાં કુટણખાનુ ચલાવવાના ગુન્હામાં સ્પા સચાલકનો રેગ્યુલર જામીન પર છુટકારો કોર્ટે ફરમાવેલ છે.

રાજકોટ શહેરના યુનિર્વસિટી રોડ ઉપર શુભધારા કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલ લકઝરીયસ સ્પામાં ગાંધીગ્રામ, યુનિ.સીટી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને મળેલી બાતમીના આધારે સ્પામાં રેડ કરતા ત્યાંથી એક ગ્રાહકને અને યુવતીને કઢંગી હાલતમાં ઝડપી લેતા પોલીસ દ્વારા વિશેષ તપાસ કરતા સ્પામાં જુદી જુદી યુવતીઓને રાખી દેહ વ્યાપારની પ્રવૃતિઓ ચાલતી હોય જેથી પોલીસ દ્વારા સ્પાના સંચાલક નૈતિકભાઇ રામજીભાઇ કાનકડ અને ગ્રાહક તરીકે આવેલ વિનોદભાઇ ડઢાણીયા વિરૂધ્ધ અનૈતિક વ્યાપાર (પ્રતિબંધ) અધિનિયમની કલમ ૩,૪,૫,૬ મુજબનો ગુન્હો દાખલ કરી પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી.

બંને આરોપીઓની ધરપકડ કરી રાજકોટની કોર્ટમાં રજુ કરવામાં આવેલ જેથી કોર્ટે જયુડીશયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ ફરમાવેલ હતો. જેથી આરોપી વતી રાજકોટની સેશન્સ કોર્ટમાં જામીન અરજી ગુજારેલ હતી જે અન્વયે રાજકોટ સેશન્સ કોર્ટમાં આરોપી વતી રોકાયેલા એડવોકેટ દ્વારા કરવામાં આવેલી રજુઆતો તેમજ વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓને ધ્યાનમાં લઇ રાજકોટના ડીસ્ટ્રીકટ જજશ્રી દ્વારા આ કામના આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવે છે.

આ કામમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ.સભાડ, રણજીત બી.મકવાણા, રોકાયેલા હતા.

(3:26 pm IST)