Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

વ્યાજમાં ફસાઇ જતાં શિવનગરના પરેશ વાઘેલાએ ઝેરી દવા પીધી

રાજકોટ તા. ૬: કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગરમાં રહેતાં પરેશ છગનભાઇ વાઘેલા (ઉ.વ.૨૬) નામના યુવાને ઝેરી દવા પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

પરેશ વાળંદ કામ કરી ગુજરાન ચલાવે છે. તે બે ભાઇમાં નાનો અને કુંવારો છે. તેના સગાના કહેવા મુજબ વ્યાજે નાણા લીધા હોઇ તેમાં ફસાઇ જતાં કંટાળીને પગલુ ભર્યુ છે. પરેશ બેભાન હોઇ કોની પાસેથી કેટલા વ્યાજે લીધા તેની વિગતો બહાર આવી નથી. તે ભાનમાં આવ્યે પોલીસ નિવેદન નોંધશે.

શેઠનગર પાસે રહેતાં દિલીપે એસિડ પીધું

જામનગર રોડ શેઠનગર પાસે આઇમાતાનગરમાં રહેતાં અને છુટક મજૂરી કરતાં દિલીપ ચનાભાઇ કબીરા (ઉ.૩૪)એ અગમ્ય કારણોસર એસિડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી. દિલીપને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે.

(3:21 pm IST)