Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

સીસ્ટર નિવેદીતા શાળા દ્વારા ઔદ્યોગિક પ્રવાસ

 સિસ્ટર નિવેદિતા ઉચ્ચતર માધ્યમિક વિભાગના ધો.૧૧ અને ધો.૧૨ ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણના ભાગરૂપે જામનગર રોડ પર આવેલ અતુલ્ય પોલીપેક ઔદ્યોગિક એકમની મુલાકાત ગોઠવવામાં આવી હતી. કંપનીના માલિક ધવનભાઇ ગોકાણીએ સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સ્વાગત કરેલ. બાદમાં સમગ્ર ફેકટરીની સૌન માહીતગાર કરાવ્યા હતા. પ્લાસ્ટીકની તાલપત્રીનું કઇ રીતે ઉત્પાદન થાય તે તેની જીણવટભરી જાણકારી વિદ્યાર્થીઓએ મેળવી હતી. આ સફળ મુલાકાતના આયોજન બદલ શાળાના આચાર્યશ્રી ભાવનાબેન પરમારે ફેકટરીના માલિક ધવનભાઇ ગોકાણી તથા ટીમ અતુલ્યના કાર્યકરોનો આભાર વ્યકત કરેલ.

(3:19 pm IST)